રાજકોટરાજકોટની આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરી અસલી નોટ લેવાનું કૌભાંડ ઝડપાયું છે. એક આરોપીની પૂછપરછમાંથી મોટા ગજાના નીકળેલા આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાંચ જેટલા શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે 500થી વધુ 500ના દરની નકલી નોટ કબ્જે કરવામાં આવી છે. ઇસમો દ્વારા રાજકોટ અને જામનગરના આંગડિયામાં આ નકલી નોટ જમા કરવામાં આવી હતી અને ત્યાંથી ખરી નોટો લેવામાં આવી હતી. રાજકોટમાં આ રાજ્યવ્યાપી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
આવી રીતે ઝડપાયું કૌભાંડ : રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી એક્સિસ બેન્કમાં એક ખાતેદાર થોડા દિવસો પહેલા પોતાના એકાઉન્ટમાં 500ના દરની નોટો જમા કરાવવા માટે આવ્યો હતા. કે દરમિયાન તેમની પાસે રહેલી નોટો નકલી હોવાનું ખુલ્યું હતું. જ્યારે આ મામલે બેંકના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા સંદીપ કાંતિલાલ નામના વ્યક્તિની પૂછપરછ કરાઈ હતી તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને આ 500ના દરની નોટ આંગડિયા મારફતે મળી છે. ત્યારબાદ પોલીસે આંગડિયામાં તપાસ કરતા આ નકલી નોટનું આખું કૌભાંડ ઝડપાયું હતું. જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો મહારાષ્ટ્રના પાલઘરમાંથી પોલીસે 8 કરોડની 2 હજાર રૂપિયાની ની નકલી નોટ ઝડપી
કારખાના નુકશાન જતા આચર્યું કૌભાંડ: એ ડિવિઝન પોલીસે આંગડિયા પેઢીમાં તપાસ કરતા ભરત બોરીચાનું નામ ખુલ્યું હતું. જેની પોલીસે તેની ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમાં જંકશન પ્લોટમાં રહેતા મયુર સોની અને વિમલ સોની તેમજ બાબરાના તેજશ જસાણીનું નામ ખુલતા તેમની પણ અટક કરી પૂછપરછ શરુ કરવામાં આવી હતી. તેવામાં આ પ્રકરણની મહત્વની કડી પોલીસને હાથ લાગી હતી.