- મનપાની ચૂંટણી માટે રાજકોટ કોંગ્રેસની બીજી યાદી જાહેર
- કોંગ્રેસ દ્વારા મોડી રાતે બીજી યાદી જાહેર કરાઈ
- 11 ઉમેદવારો માટે સસ્પેન્સ યથાવત
મનપાની ચૂંટણી: રાજકોટ કોંગ્રેસની બીજી યાદી જાહેર, 11 ઉમેદવારો માટે હજુ પણ સસ્પેન્સ - election news
રાજકોટ કોંગ્રેસ દ્વારા ગઇકાલે શુક્રવારે મોડીરાત્રે મનપાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 39 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. જ્યારે મોડી રાતે કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. રાજકોટ કોંગ્રેસ જાહેર કરેલી બીજી યાદીમાં 39 ઉમેદવારો નામ છે. તે સિવાય બાકીના 11 ઉમેદવારો માટે હજુ પણ સસ્પેન્સ છે.
રાજકોટ કોંગ્રેસની બીજી યાદી જાહેર
રાજકોટ: કોંગ્રેસ દ્વારા આ અગાઉ 22 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું હતું. તેમજ ગઈકાલે મોડીરાત્રે કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે હજુ પણ 11 ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા જાહેર નહિ કરવામાં આવતા સસ્પેન્સ સર્જાયું છે.