રાજકોટમાં તંત્રની ભારે મહેનત બાદ આખરે સફાઈ કામદારના પરિવારે મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો રાજકોટ :રાજકોટના સમ્રાટ મેઈન રોડ પર એક કોન્ટ્રાક્ટ અને એક સફાઈ કર્મચારીનું ભૂગર્ભ ગટરમાં ગૂંગળામણ થવાના કારણે મૃત્યુ થયું હતું. જે મામલે કોન્ટ્રાક્ટના પરિવારજનો દ્વારા તેમના સ્વજનનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો, પરંતુ સફાઈ કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારજનો રોષે ભરાયા હતા. તેના પરિજનોએ મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો ન હતો. આ મામલે પરિવારજનોએ માંગણી કરી હતી કે તેમને મૃતકના પરિવારજનોને એક નોકરી અને આવાસ યોજનામાં મકાન તેમજ સહાયની રકમ આપવામાં આવે. જે અંગે કોર્પોરેશન દ્વારા પરિવારજનોની બે માંગણી સ્વીકારવામાં આવતા અંતે ભારે જહેમત બાદ પરિવારજનોએ મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો હતો.
ઝેરી ગેસના કારણે બે લોકોના થતા હતા મૃત્યુ :આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, ગઈકાલે રાજકોટના વોર્ડ નંબર 13ના કોન્ટ્રાક્ટરને વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇને આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સાફ સફાઈનું કામ ચાલુ હતું અને ગટરની અંદર મશીનથી સાફ સફાઈ કરવામાં આવી રહી હતી. જ્યારે આ મશીનથી સાફ-સફાઈ કરવામાં આવી રહી હતી.
સફાઈ કર્મી મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો આ પણ વાંચો :Sanitation workers Death : રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલ મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત
બચાવનારનું પણ મૃત્યુ : તે દરમિયાન એક મજૂરે આગળની તરફ ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખોલ્યું હતું અને ગેસના કારણે તે અંદર પડી ગયો હતો. જેની જાણ ત્યાં હાજર કોન્ટ્રાક્ટરને થતા કોન્ટ્રાક્ટર દોરી લઈને અંદર મજૂરને બચાવવા માટે ઉતર્યા હતા. તેમને પણ આ ઝેરી ગેસની અસર થતા તેઓ પણ બે શુદ્ધ થઈ ગયા હતા અને ગટરમાં પડી ગયા હતા. જ્યારે મૃતક મજૂરનું નામ મેહુલ મહિડા છે અને કોન્ટ્રાક્ટરનું નામ અફઝલભાઈ ઈસ્માઈલભાઈ હતું.
આ પણ વાંચો :Ahmedabad News : દીકરા જેટલો હક વારસદારમાં હવે દીકરીને પણ મળશે નોકરી
પરિવારજનોની માંગણી સ્વીકારવામાં આવી :આ ઘટનાને લઈને વાલ્મિકી સમાજના આગેવાનો કોર્પોરેશન ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જે અંગે વાલ્મિકી સમાજના આગેવાન એવા બટુક વાઘેલાએ જણાવ્યું હતું કે, અમને કોર્પોરેશનના અધિકારીઓ આર્થિક સહાય અને આવાસ યોજનાનું મકાન આપવા માટે તૈયાર છે. જ્યારે હાલ અમારી બે માંગણીઓ પૂર્ણ થઈ ગઈ છે. તેમજ જ્યારે કોર્પોરેશન દ્વારા સફાઈ કામદારની ભરતી કરવામાં આવશે, ત્યારે આ પરિવારના સભ્યને નોકરી પણ આપવામાં આવશે. હાલ મારી બે માંગણી સ્વીકારવામાં આવતા અમે હવે મૃતદેહ સ્વીકારશું. ઉલ્લેખનીય છે કે મૃતકના પરિવારજનોને કોર્પોરેશન 10 લાખની સહાય આપશે અને આવાસ યોજનામાં મકાન પણ આપશે.