ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Chamber Of Commerce : રાજકોટ ચેમ્બર વેપારીઓના પ્રશ્ને ધારદાર રજૂઆત કરીને તેનું પરિણામ પણ લાવશે - Rajkot Chamber of Commerce President

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી સમરસ જાહેર(Rajkot Chamber Of Commerce ) કરવામાં આવી છે. વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોય છે. ત્યારે અમારી વર્ષો જૂની માગ છે કે ICD, કન્વેન્શન સેન્ટર અને રાજકોટ ચેમ્બરનું ભવન તે ત્રણ કાર્ય બને તેટલા વહેલા થાય તે માટેની કામગીરી અમારી પ્રથમ રહેશે.

Rajkot Chamber Of Commerce & Industry : રાજકોટ ચેમ્બર વેપારીઓના પ્રશ્ને ધારદાર રજૂઆત કરીને તેનું પરિણામ પણ લાવશે
Rajkot Chamber Of Commerce & Industry : રાજકોટ ચેમ્બર વેપારીઓના પ્રશ્ને ધારદાર રજૂઆત કરીને તેનું પરિણામ પણ લાવશે

By

Published : Feb 22, 2022, 1:12 PM IST

રાજકોટ:રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીસમરસ જાહેર (Election of Rajkot Chamber of Commerce Samras )કરવામાં આવી છે. આજે ચેમ્બરના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં ચેમ્બરના પ્રમુખ તરીકે વી.પી વૈષ્ણવને અને ઉપપ્રમુખ તરીકે પાર્થ ગણાત્રા તેમજ સેક્રેટરી પદે નવતમ બારસિયાની નિમણુંક કરવામાં(Rajkot Chamber of Commerce ) આવી છે. ચેમ્બરની ચૂંટણીમાં વાઇબ્રન્ટ પેનલના 24 ઉમેદવારોની બિનહરીફ જીત થઈ નવા 17 ચહેરાઓને તક આપવામાં આવી છે.

ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી

વેપારીઓના પ્રશ્ને ઉગ્ર રજુઆત કરાશે: પ્રમુખ

આજેચેમ્બર ઓફ કોમર્સના(Rajkot Chamber Merchant) પ્રમુખ પદના શપથ ગ્રહણ કર્યા બાદ વી.પી વૈષ્ણવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી જે બિનહરીફ થઈ છે. તેના માટે હું વેપારીઓનો આભાર માનું છે. જ્યારે આગામી ત્રણ વર્ષ સુધીની પ્રમુખ પદની જવાબદારી ફરી મને આપવામાં આવી છે. જેને લઈને અમારી ટિમ સત્તત વેપારીઓના પ્રશ્ને રજુઆત પણ કરશે અને રજુઆત બાદ તે પ્રશ્નોનું પરીણામ પણ લઈને આવશે.

આ પણ વાંચોઃરાજકોટમાં નાની-મોટી 40 હજાર ઈન્ડસ્ટ્રીઝ શરૂ, 24 કલાક ચાલુ રાખવા માગ

આગામી ત્રણ મોટા કાર્ય કરવામાં આવશે

જ્યારે વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરીય હોય છે. ત્યારે અમારી વર્ષો જૂની માંગ છે કે ICD, કન્વેન્શન સેન્ટર અને રાજકોટ ચેમ્બરનું ભવન તે ત્રણ કાર્ય બને તેટલા વહેલા થાય તે માટેની કામગીરી અમારી પ્રથમ રહેશે. જ્યારે હાલમાં અમને કેન્દ્ર અને રાજ્ય સરકારનો પૂરો સહયોગ છે. તેમજ જો સરકાર કોઈ પ્રશ્ને સહયોગ નહિ આપે તો પણ અમે સ્ટ્રોનગી રજુઆત કરીને અમારા પરશો સરકાર સુધી પહોંચાડશું અને કામ કરાવશું. સૌરાષ્ટ્રમાં વેપારી ફેડરેશનમાં અમને ક્યાંય ઉણપ લગે છે તેને લઈને અમે વેપારીઓને એક થવાની અપીલ કરીએ છીએ.

આ પણ વાંચોઃમિની લોકડાઉનમાં છૂટછાટ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત

ABOUT THE AUTHOR

...view details