ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મનપા વ્યવસાય વેરો નહીં ભરનારના બેન્ક એકાઉન્ટ કરશે સીલ - રાજકોટ

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરા અંતર્ગત મુકવામાં આવેલી વ્યાજમાફી યોજના આગામી 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થાય છે ત્યારે રાજકોટ મનપા કમિશનર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે હજુ પણ જે લોકોએ વ્યવસાય વેરો ભર્યો નથી તે આગામી 31 ઓગસ્ટ સુધીમાં વ્યવસાય વેરો ભરીને વ્યાજ માફી યોજનાનો વધુમાં વધુ લાભ લે, તેમજ જો 31 ઓગસ્ટ સુધીમા જે લોકો વ્યવસાય વેરો નહિં ભરે તેની સામે રાજકોટ મહાનગરપાલિકા સખ્ત કાર્યવાહી કરીને તેઓના બેન્ક એકાઉન્ટ સહિતની મિલ્કતોને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે.

રાજકોટ મનપા વ્યવસાય વેરો નહીં ભરનારના બેન્ક એકાઉન્ટ કરશે સીલ

By

Published : Aug 29, 2019, 11:36 AM IST

રાજકોટમાં અત્યાર સુધીમાં 3646 ધંધાર્થીઓએ આ વ્યાજ માફી યોજનાનો લાભ લીધો છે. તેમજ મહાનગરપાલિકાએ પણ અંદાજીત રૂપિયા 3.30 કરોડનું વ્યાજ માફ કર્યું છે. જ્યારે આ યોજના અંતર્ગત મનપાને રૂપિયા 4.21કરોડની આવક થઈ છે. રાજકોટમાં 60 હજારથી વધુ નાનામોટા ધંધાર્થીઓ સામે માત્ર 3646 જેટલા વેપારીઓએ જ વ્યવસાય વેરો ભર્યો છે.

રાજકોટ મનપા વ્યવસાય વેરો નહીં ભરનારના બેન્ક એકાઉન્ટ કરશે સીલ

બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પણ અંદાજીત 11,586 જેટલા બાકીદારો પાસેથી નાણાં વસૂલવા માટે નોટિસ ફટકારી છે. તેમજ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં વ્યવસાય વેરો ભરવા માટેની તાકીદ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details