ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime : પૂરપાટ જતી કારને પોલીસે અટકાવતા ઘર્ષણ, ભાજપ અગ્રણીના પુત્ર એ કર્યો પોલીસ પર આક્ષેપ - BJP leader son case in Gandhigram

રાજકોટના ગાંધીગ્રામમાં ભાજપ અગ્રણીનો પુત્ર બેદરકારીએ કાર ચલાવતા પોલીસ દ્વારા પીછો કરીને રોકવામાં આવ્યો હતો. ભાજપ અગ્રણીના પુત્રએ પીઆઇ પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ કરીને ફરીયાદ નોંધાવી છે. આ મામલે એસીપી જણાવ્યું હતું કે, જો પોલીસે દ્વારા ગેર વર્તન કરવામાં આવ્યું હશે તો પોલીસના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે.

Rajkot Crime :  પૂરપાટ જતી કારને પોલીસે અટકાવતા ઘર્ષણ, ભાજપ અગ્રણીના પુત્ર એ કર્યો પોલીસ પર આક્ષેપ
Rajkot Crime : પૂરપાટ જતી કારને પોલીસે અટકાવતા ઘર્ષણ, ભાજપ અગ્રણીના પુત્ર એ કર્યો પોલીસ પર આક્ષેપ

By

Published : Apr 19, 2023, 10:38 PM IST

રાજકોટમાં ભાજપ અગ્રણીના પુત્રની પુરપાટ વેગે જતી કારને પોલીસે અટકાવતા ઘર્ષણ થયું

રાજકોટ : રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે ભાજપ અગ્રણીનો પુત્ર એવો પાશ્વ ઠાકર પૂરપાટે કાર લઈને નીકળ્યો હતો. જેને પોલીસે રોક્યો હતો અને ત્યારબાદ પોલીસ સાથે ભાજપ અગ્રણીના પુત્રનું ઘર્ષણ થયું હતું. જેને લઇને પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજી તરફ ભાજપ અગ્રણીનો પુત્ર હોસ્પિટલમાં દાખલ થયો હતો અને ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસએસ રાણે સહિતના પોલીસ કર્મીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરી હતી.

કાર પુર ઝડપથી નીકળી : ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ દ્વારા ગાંધીગ્રામ પીઆઇ વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જોકે આ ઘટનાના CCTV વિડીયો સામે આવ્યા છે. જેમાં ભાજપ અગ્રણીના પુત્ર પુર ઝડપે કાર લઈને જઈ રહ્યો છે અને પોલીસે તેનો પીછો કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારના એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, ગત તારીખ 18ના રોજ રાત્રિના સમયે ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક ઇનોવા કાર પોલીસ કારની ખૂબ જ નજીકથી અને પૂર ઝડપથી નીકળી હતી. જેને લઇને ગાંધીગ્રામ પોલીસની ટીમ દ્વારા આ ઇનોવા કારનો પીછો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :પુરપાટ ઝડપે આવતો લોખંડ ભરેલો ટ્રક ડિવાઈડર પર ચડ્યો, જૂઓ CCTV

પોલીસ કર્મીઓ સાથે જપાજપી :ત્યારે સામે આવ્યું કે, કાર ચાલક ખૂબ જ બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરી રહ્યો છે. તેને અટકાવવો જરૂરી છે. જેને લઈને પોલીસ દ્વારા આ કારને અટકાવવામાં આવી હતી. આ કારના ચાલકને ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે લઈને આવ્યો હતો. તેમજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કર્મીઓ સાથે જપાજપી કરવા મામલે ફરજમાં રૂકાવટ અને બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ મામલેની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :Train Accident: માલગાડી રિવર્સ આવતા કાર કાગળની જેમ પડીકું થઈ ગઈ

ભાજપ અગ્રણીના પુત્રે પોલીસ પર કર્યા આક્ષેપ :આ ઘટનામાં ફરિયાદી દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે મામલે એસીપી રબારીએ જણાવ્યું હતું કે, તે આરોપી તો છે જ પરંતુ ભારતનો નાગરિક છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી તેઓ દવાખાનામાં પણ દાખલ હતા. જ્યાં તેમને પોતાનો મેડિકલ રિપોર્ટ કરાવ્યો છે. જેની MLC પોલીસ સ્ટેશન ખાતે આવી ગયેલ છે. જ્યારે આ મામલે ખરેખરમાં તેમની સાથે પોલીસે દ્વારા જો ગેરવર્તન અથવા ગેર રીતે કરવામાં આવી હશે. તો સમગ્ર મામલે પોલીસના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. જ્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ કારને ખૂબ સ્પીડમાં ચલાવવામાં આવી રહી હતી. જેના કારણે પોલીસ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો હતો. જોકે, હાલ આ સમગ્ર મામલે હવે પોલીસના અધિકારીઓ દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details