ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટવાસીઓ 45 ડિગ્રી તાપમાનમાં મકાઈ ડોડાની જેમ શેકાયા - RJT

રાજકોટ: સમગ્ર રાજયમાં સૂર્યનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રાજકોટમાં સતત તાપમાનમાં વધારો થતાં આજે તાપમાનનો પારો 45.82 ડિગ્રીએ પહોંચ્યો છે.

રાજકોટ શેકાયું 45 ડિગ્રીએ..

By

Published : May 31, 2019, 11:43 AM IST

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં લોકોના રંગમાં ભંગ કરતી કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે. ત્યારે તાપમાનમાં સતત વધારો થવાથી લોકો પણ કંટાળી ગયા છે. આ ઉપરાંત સ્વાસ્થય પર પણ અસર જોવા મળે છે.

રાજકોટની મધ્યમાં આવેલ ત્રિકોણબાગ ખાતે 45.82 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. તેથી તંત્ર દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન જવાની સલાહ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુ શરુ થવામાં બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે લોકો વરસા રાણીના આગમનની અને ઉનાળાના વિદાયની રાહ જોઇ રહ્યા છે.

રાજકોટવાસીઓ 45 ડિગ્રી તાપમાનમાં મકાઈ ડોડાની જેમ શેકાયા

ABOUT THE AUTHOR

...view details