ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં મહિલા ASI અને કોન્ટેબલના મોતના મામલે ઘૂંટાતું રહસ્ય

રાજકોટઃશહેરના કાલાવડ રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં એક મહિલા ASI અને કોન્ટેબલ દ્વારા સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી હતી. જેને લઇને પોલીસે પ્રથમ બન્ને કર્મીઓએ આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરી હતી પરંતુ ધીમેધીમે તપાસનો ધમધમાટ શરૂ થતાં ચોંકાવનારા રહસ્યો સામે આવી રહ્યા છે.

rjt

By

Published : Jul 13, 2019, 2:50 PM IST

Updated : Jul 13, 2019, 3:42 PM IST

રાજકોટમાં બે દિવસ પૂર્વે મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને કોન્ટેબલ રવિરાજસિંહ જાડેજા બન્ને પોલીસ કર્મીઓના મૃતદેહ શહેરની ભાગોળે આવેલા કાલાવડ આવાસ યોજના કવાર્ટરમાંથી મળી આવ્યા હતા. જેને લઈને પોલીસે પ્રથમ એવી શંકા વ્યક્ત કરી હતી કે બન્ને કર્મચારીઓએ પ્રેમ પ્રકરણ મામલે આપઘાત કરી લીધો છે.ત્યારબાદ પોલીસે આ મામલે FSLની મદદ પણ મેળવી હતી.

જો કે, જેમ જેમ તપાસનો દોર આગળ વધતો ગયો તેમ તેમ પોલીસ સમક્ષ એકબાદ એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. મૃતક મહિલા ASI ખુશ્બૂ કાનાબારને રામનાથ પોલીસ લાઈનોમાં જે સરકારી આવાસ મળ્યું હતું ત્યાં તપાસ દરમિયાન વધુ એક સર્વિસ રિવોલ્વર મળી આવી હતી. આ રિવોલ્વર ASI વિવેક કુછડીયાની હોવાનું સામે આવ્યું છે. જેની પણ સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી છે.

બનાવની રાતે વિંગમાંથી પુર ઝડપે એક કાર પસાર થતી જોવા મળી

બીજી તરફ જે આવાસ યોજનાના ક્વાર્ટરમાં આ બનાવ બન્યો ત્યાં બનાવની રાતે એટલે કે 2.40 વાગ્યાની આસપાસ આ વિંગમાંથી પુર ઝડપે એક કાર પસાર થતી જોવા મળી રહી છે. હાલ પોલીસે આ કાર કોની છે તેમજ રાત સમયે આ વિંગમાં ક્યાં કારણોસર આવી તે તપાસ હાથધરી છે. ત્યારે મહિલા ASIએ અગાઉ ગર્ભપાત કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. એકબાદ એક ચોંકાવનારી વિગતો સામે આવતા પોલીસ પણ મુંજવણમાં મુકાઈ છે

Last Updated : Jul 13, 2019, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details