Lok Medo 2023: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે તંત્રની તૈયારીઓ શરૂ, જિલ્લા ક્લેક્ટરે સમજાવ્યો પ્લાન રાજકોટ: હાલો ભેરુ મેળામાં... મેળામાં પણ જો રાજકોટના મેળામાં જવા મળે તો તો મજા જ પડી જાય. પરંતુ લોકોની મજા માટે તંત્રને પણ તૈયારી કરવી પડે ને. ત્યારે વરસાદના એંધાણ દેખાતાની સાથે જ રાજકોટ તંત્ર દ્વારા તડામાર તૈયારી આદરી દેવામાં આવી છે. લોકોને સુવિધા સાથે સુરક્ષા મળી રહે તે માટે રાજકોટ તંત્ર લોકમેળા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અલગ અલગ સમિતિની રચના: લોકમેળો રાજકોટમાં યોજાતો હોય, જેને માણવા માટે સૌરાષ્ટ્રભરમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. એવામાં આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાના આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના માટે તાજેતરમાં જ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે અને લોકમેળા ભવ્યથી ભવ્ય રીતે યોજાય તે પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી તારીખ 5 સપ્ટેમ્બરથી તારીખ 9 સપ્ટેમ્બર સુધી આ લોકમેળો યોજાશે.
"સૌરાષ્ટ્રના લોકો માટે હાર્દ સમાન આ લોકો મેળાની તૈયારીઓ અમે શરૂ કરી છે. જેના માટે અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે અને 19 જેટલી ટીમો હાલ આ લોકમેળાનું આયોજન માટે કામગીરી કરી રહી છે. જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટનો લોકમેળો યાદગાર પૂર્ણ બની રહે તે પ્રકારની વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે રાજકોટનો લોકમેળો રેસકોસ ગ્રાઉન્ડ ખાતે જ યોજાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ એવી વાત વહેતી થઈ હતી કે રેસકોર્સ લનું ગ્રાઉન્ડ નાનું પડતું હોવાથી લોકમેળો નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર યોજાશે. પરંતુ કલેક્ટરે આ વાતને રદિયો આપ્યો હતો"-- પ્રભવ જોશી ( રાજકોટ જિલ્લા કલેકટર )
રાજકોટના મેળામાં લાખ્ખો લોકો:રાજકોટના લોકમેળાની વાત કરવામાં આવે તો રાજકોટના આ લોકમેળાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા જ કરવામાં આવતું હોય છે. ત્યારે છઠના દિવસે આ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવે છે અને પાંચ દિવસ સુધી આ લોકમેળો ચાલતો હોય છે. જ્યારે આ લોકો મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી મોટા પ્રમાણમાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. એવામાં જન્માષ્ટમી નિમિત્તે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મીની વેકેશન જેવો માહોલ સર્જાય છે.
સાતમ આઠમના પર્વની ઉજવણી:જેના કારણે લોકો પાંચ દિવસ માટે પોતાના કામ ધંધા, રોજગાર બંધ રાખીને સાતમ આઠમના પર્વની ઉજવણી કરતા હોય છે. એવામાં રાજકોટનો લોકમેળો પણ સાતમ આઠમના તહેવાર નિમિત્તે યોજાય છે. જેના કારણે મોટા પ્રમાણમાં લોકો આ મેળામાં ઉમટી પડે છે. મેળામાં પણ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં અવનવી રાઈડ, ખાણીપીણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, મોતના કુવા સહિતની વસ્તુઓની લોકો મજા માણતા હોય છે. જ્યારે રાજકોટમાં યોજાતા લોકમેળાથી વહીવટી તંત્રને પણ કરોડો રૂપિયાની આવક થતી હોય છે.
- આ તે કેવો મેળો જ્યાં લોકોને અપાય છે સરકારી યોજનાઓની માહિતી
- Maha Shivratri 2023 : શિવરાત્રીના મેળા પૂર્વ ભવનાથના નાના વેપારીઓએ દુકાનો બંધ પાડીને તંત્ર સામે દર્શાવ્યો વિરોધ