- વૃદ્ધ કોરોના સારવારમાં કરી રહ્યા છે મજા
- 95 વર્ષના બા કોવિડ વોર્ડમાં કરી રહ્યા છે ગરબા
- આત્મવિશ્વાસ સાથે દરેક બિમારી હરાવી શકાય
રાજકોટ : સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. દિન-પ્રતિદિન પોઝિટિવ કેસમા વધારો જોવા મળી રહ્યો છે અને મોતના આંકડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં લોકો પણ ભયભીત છે આવા સમયે લોકોને પ્રેરણા મળે તેવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ જ્યારે હિંમત હારી રહ્યા છે ત્યારે રાજકોટ 95 વર્ષના માજી આનંદ સાથે કોરોનાની સારવાર લઈ રહ્યા છે, પોતે ઓક્સિજન પર છે છતાં ગરબા કરી રહ્યા છે ગોદાવરીબેન બેડ પર બેઠા બેઠા ગરબા રમ્યા અને તેને લોકોને ઉમદા ઉદાહર આપ્યું કોરોનાથી ભયભીત થવાની જરૂર નથી.
આ પણ વાંચો : દાહોદમાં PPE પહેરી કોરોના વોરિયર્સે કર્યા રાસ-ગરબા