ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં મેઘમહેર યથાવત, TRBના જવાનો ખાડા પૂરતા નજરે ચડ્યા - Rajkot Municipal Corporation

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની( Rainfall forecast in Saurashtra)આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે આજ સવારથી રાજકોટ શહેરમાં (Rain in Rajkot )અને જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં બપોરે 2 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં અલગ-અલગ જગ્યાઓ પર મેઘ મહેર યથાવત છે.

રાજકોટમાં મેઘમહેર યથાવત: TRBના જવાનો ખાડા પૂરતા નજરે ચડ્યા
રાજકોટમાં મેઘમહેર યથાવત: TRBના જવાનો ખાડા પૂરતા નજરે ચડ્યા

By

Published : Jul 11, 2022, 6:36 PM IST

રાજકોટ: શહેરમાં અને જિલ્લામાં આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે (Monsoon Gujarat 2022)વરસાદ વરસી રહ્યો છે. શહેરના કાલાવડ રોડ પર વરસાદને પગલે રસ્તા પર( Rainfall forecast in Saurashtra) ખાડા પડ્યા છે. જેને લઈને પ્રિ-મોન્સૂન પ્લાનની વાતો કરતા મહાનગરપાલિકાના સતાધીશો અને કર્મચારીઓની પોલ ખુલી છે. આવા સમયે જડુસ હોટેલ પાસે ફરજ પર તૈનાત TRBના જવાનોએ ખાડા પૂર્યા છે તેમની તસ્વીરો અને વિડીઓ પણ વાયરલ થઈ રહી છે.

રાજકોટમાં વરસાદ

TRBના જવાનોએ ખાડા પૂર્યા -ઉપલેટામાં આજે સવારથી એક બાદ એક વરસાદના( moderate rainfall warning)રાઉન્ડ આવી રહ્યા છે. વહેલી સવારે વાદળો ભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું, લોકો બજારોમાં નીકળ્યા છે ત્યારે વરસાદે લોકોના વ્યવહાર અને ખરીદીના સમયને ખોરવી નાખ્યો હતો. ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતો ખરીદી માટે આવ્યા છે ત્યારે વરસાદે તેમનો સમય વેડફી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. વાવણી બાદ અને રજાઓ બાદ ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકો શહેર તરફ ખરીદી માટે આવતા હોય છે.

સરેરાશ કરતા 64 ટકા વધુ વરસાદ -રાજકોટમાં રવિવારે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ઝાપટાં આવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે બપોરે 2 કલાકે વરસાદ શરૂ થયો હતો અને એક કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. બપોરે 2 થી 3 સૌથી વધુ વરસાદ વેસ્ટ ઝોનમાં થયો હતો જેમાં આખો દિવસ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 13.50 વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 જૂનથી લઇને 10 જુલાઇ સુધીમાં સરેરાશ કરતા 64 ટકા વધુ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃઘોર બેદરકારી, દરિયામાં કરંટ દેખાયો છતાં સહેલાણીઓ જઈ રહ્યા છે ન્હાવા

આજી - 2 ડેમની સપાટીમાં ઉતરોત્તર વધારો -ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પડધરી તાલુકામાં આવેલ આજી - 2 ડેમની સપાટીમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો હોવાથી ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે. આથી ડેમની હેઠવાસમાં આવતા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, જુના નારણકા તથા રાજકોટ તાલુકાના કોઠારીયા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે આ સાથે ધોરાજી ભાદર-2 ડેમ પણ જુલાઈ માસના લેવલ મુજબ 100 ટકા ભરાયો છે જેથી ડેમમાં પાણીની આવક થશે તો ગમે ત્યારે પાટિયા ખોલશે ત્યારે તંત્ર દ્વારા 37 જેટલા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃવરસાદી પાણીમાં બોટ તણાઈને આવતા લોકોમાં આશ્ચર્ય

સૌથી ઓછો વરસાદ વિંછીયામાં નોંંધાયો -રાજકોટ જિલ્લામાં 11 જુલાઈ 2022 ના બપોરે 04:00pm સુધીમાં પડેલા અત્યાર સુધીના વરસાદ અંગેની રાજકોટ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર રાજકોટ જિલ્લામાં આવેલ તાલુકાઓમાં સૌથી ઓછો વરસાદ વિંછીયામાં 97mm પડ્યો છે જયારે સૌથી વધુ જામકંડોરણામાં 395mm પડ્યો છે. રાજકોટ જિલ્લામાં આવેલ શહેરોમાં પડેલા વરસાદમાં પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટામાં 319mm, કોટડા સાંગાણીમાં 246mm, ગોંડલમાં 327mm, જેતપુરમાં 259mm, જસદણમાં 179mm, જામકંડોરણામાં 395mm, ધોરાજીમાં 281mm, પડધરીમાં 192mm, રાજકોટ શહેરમાં 311mm, લોધીકામાં 343mm, વિંછીયામાં 97mm વરસાદ પડ્યો હોવાની તંત્ર પાસેથી વિગતો આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details