રાજકોટ : સમગ્ર ગુજરાતમાં જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેમ રાજકોટ અને ધોરાજી, કોટડાસાંગાણી, વીરપુર, જામકંડોરણા સહિતના તાલુકામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદ સાથે મેઘરાજાની પધરામણી થતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.
રાજકોટમાં મેઘરાજાની એન્ટ્રી, જામકંડોરણા સહિતના તાલુકામાં ભારે વરસાદ - Nisarg cyclone effects in Gujarat
રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થતાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ધોરાજી, કોટડાસાંગાણી, વીરપુર, જામકંડોરણા સહિતના તાલુકાઓમાં ખેડૂતોએ ચોમાસું પાકની વાવણી શરૂ કરી દીધી હતી.
રાજકોટમાં મેઘરાજા થયાં મહેરબાન, જામકંડોરણા સહિતના તાલુકામાં ભારે વરસાદ
જામકંડોરણા તાલુકા સહિતના વિસ્તારમાં આ વર્ષે સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટા ભાગના વિસ્તારમાં વાવણી શરૂ કરી હતી.
કોટડાસાંગાણીના માણેકવાડા ગામે ભારે વરસાદ આવતા જ નદીમાં નવા નીરની આવક થઇ હતી જેના લીધે ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.