રાજકોટ: ગોંડલ તાલુકાના કોટડાસાંગાણી પંથકમાં દિવસ દરમ્યાન આકરા તાપનો અનુભવ થતા ગરમીનો પારો ઉંચકાયો હતો. તેમાં પણ વીજ તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત વીજ પુરવઠો બંધ કરવામાં આવતા વહેલી સવારથી બપોર દરમ્યાન જનજીવન ગરમીમાં શેકાયું હતુ.
ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી - gujarat experiences rain in various parts
રાજકોટના ગોંડલ તાલુકાના કોટડાસાંગાણી પંથકમાં સાંજે વરસાદી ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
રાજકોટમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
બીજી તરફ સાંજે અચાનક વાતાવરણ પલટાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ધમાકેદાર વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તાલુકાના પાંચિયાવદર, મોવિયા, શ્રીનાથગઢ, શિવરાજગઢ, માંડણ કુંડલા તેમજ બીલડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.