ગુજરાત

gujarat

ETV Bharat / state

જગતના તાતને હાશકારો, રાજકોટમાં થયો વાવણી લાયક વરસાદ

રાજકોટઃ જિલ્લાના કોટડા સાંગાણી - ગોંડલ અને વીરપુર પંથકમાં ગુરુવારે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

By

Published : Jun 28, 2019, 4:49 PM IST

RJT

ગુરૂવારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા હતા. ત્યારે બપોર બાદ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી. સાંજના સમયે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરીને રાજકોટ પંથકના બાંદરા, લીલાખા, ગોમટા, શીવરાજગઢ, નવાગામ, ધૂળસીયા, કામરકોટડા, ભંડારીયા, મસીતાળા, મોટી મેંગણી, સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

જગતના તાતને હાશકારો, રાજકોટમાં થયો વાવણી લાયક વરસાદ

ગોંડલ પંથકમાં સાર્વત્રિક 1 થી 2 ઇંચ જેવો ગુરૂવારનો વરસાદ નોંધાયો હતો, ત્યારે ગોંડલ તાલુકાના શિવરાજગઢ - દેવચડી અને બાંદરામાં વીજળીના કડાકા સાથે 2ll ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા અને સેઢાપાળાનું ધોવાણ થયું હતું. નદી, નાળા અને વોંકળામાં પુર આવ્યું હતું.
વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details