રાજકોટ ક્રાઇમબ્રાન્ચ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલ આઈસ્ક્રીમ પાર્લર અને સ્પા પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ચૌધરી હાઈસ્કૂલમાં નજીક આવેલ પાર્લરોમાં દરોડા પાડવામાં આવતા અહીં તો પાર્લર જ બંધ હતું. જ્યારે અન્ય રૈયા ચોકડી નજીક આવેલ એક સ્પા અને શહેરના અમીનમાર્ગ પર આવેલ સ્પામાં દરોડા પાડવામાં આવતા અહીં પણ માત્ર સપના સંચાલકો જ હાજર મળી આવ્યા હતા.
રાજકોટ ક્રાઇમબ્રાન્ચના આઈસ્ક્રીમ પાર્લર અને સ્પા પર દરોડા, ખાલી હાથે પાછા ફર્યા - gujarat
રાજકોટઃ રાજકોટ ક્રાઇમબ્રાન્ચ દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલ આઇસ્ક્રીમ પાર્લર અને સ્પા પર દરોડા પાડવામાં આવ્યા હતા. જાણે પાર્લર સંચાલકો અને સપના માલિકોને દરોડાની જાણ પહેલાંથી જ હોય એમ દરોડા દરમિયાન ક્રાઇમબ્રાન્ચને કઈ હાથ લાગ્યું ન હતું. માત્ર સામાન્ય ચેકીંગ કરી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શહેરમાં ન કરવા અંગેની સૂચના માલિકો અને સંચાલકોને આપવામાં આવી હતી.
સ્પોટ ફોટો
ક્રાઇમબ્રાન્ચે સપની અંદર તપાસ કરતા અન્ય કઈ વાંધા જનક વસ્તુઓ પણ મળી આવી ન હતી. રાજકોટ ક્રાઇમબ્રાન્ચ દ્વારા અચાનક પાડવામાં આવેલ દરોડાની જાણે પાર્લર માલિકો અને સપના સંચાલકોને જાણ હોય એમ ક્રાઇમબ્રાન્ચને માત્ર સુચનાઓ આપીને પરત ફરવું પડ્યું હતું.