રાજકોટ મહાનગરપાલિકા બહાર વાલી મંડળના ધરણાં - ફાયર સેફટીના સાધનો
રાજકોટઃ જિલ્લામાં વાલી મંડળના સભ્યો દ્વારા મહાનગર પાલિકાની કચેરી બહાર એક દિવસના ધરણાં યોજવામાં આવ્યા હતાં. વાલીઓની માંગ છે કે, રાજકોટમાં હજુ પણ કેટલીક ખાનગી શાળા કોલેજોમાં ફાયર સેફટીના સાધનો નથી. તેમજ મહાનગર પાલિકા દ્વારા ચેકીંગની કાર્યવાહી માત્ર કાગળો પર જ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા બહાર વાલી મંડળ દ્વારા યોજવામાં આવ્યા ધરણાં
રાજકોટ શહેરમાં અંદાજીત 40 જેટલી શાળા કોલેજો છે. જેની સામે મહાનગર પાલિકા દ્વારા પગલા લેવામાં આવ્યા છે. વાલી મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મનપાના અધિકારીઓ અને શાળા કોલેજોના સંચાલકોની મીલીભગત છે.