- જેતપુર તાલુકા પંચાયતની સત્તાની ધૂરા ભાજપના હાથમાં
- તાલુકા પંચાયતના પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત
- પ્રમુખ પદે ધારાગૌરીબેન ક્યાડા અને ઉપપ્રમુખ પદે કંચનબેન મકવાણાની નિમણૂક
રાજકોટઃ જેતપુર તાલુકા પંચાયતમાં ધારાગૌરીબેન ક્યાડાએ ભારતીય જનતા પાર્ટી તરફથી તેમજ અમિતાબેન સુરેશભાઈ પરમારે કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યું હતું. જેતપુર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જેતપુર તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી પ્રમુખનો તાજ કોના શિરે આવશે એ બાબતે ભારે ઉતેજના બાદ તાલુકા પંચાયત ખાતે ડેપ્યુટી કલેક્ટર રાજેશ આલની ઉપસ્થિતિમાં જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઇ હતી. જ્યારે ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી તેમજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દંડક તેમજ પક્ષના નેતાના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ધંધૂકા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ