રાજકોટઃ ખેડૂતોએ રાજકોટ મોરબી હાઇવે પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો હતો. જો કે, રસ્તો જામ કરવામાં આવતા ટ્રાફિક સમસ્યા સર્જાય હતી. જેને કારણે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક રસ્તો ખોલાવ્યો હતો. આ સમયે પોલીસ પર પણ કેટલાક વેપારીઓ અને મજૂરો દ્વારા પથ્થરમારો કરાયો હતો. જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી અને પોલીસે પણ ટોળું વેખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
રાજકોટમાં પોલીસ પર પથ્થરમારો, 25ની અટકાયત કરાઇ
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વારંવાર વેપારી એસોસિએશન અને ખેડૂતો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પંરતુ હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા સોમવારે વેપારી એસોસિએશન અને ખેડૂતો રોષે ભરાયા હતા.
રાજકોટ
પોલીસ પર પથ્થરમારોના ઘટના સામે આવતા મોટી સંખ્યા પોલીસ કાફલો યાર્ડ ખાતે પહોંચ્યો હતો. અંદાજીત 25થી વધુ વેપારીઓ અને મજૂરોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, યાર્ડના વેપારીઓની અટકાયતના પગલે યાર્ડ બંધ રહેવાની પણ શકયતાઓ સેવાઇ રહી છે.