ગુજરાત

gujarat

ETV Bharat / state

સાથે નોકરી કરતા યુવકે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, વાયરલ કરવાની ધમકી આપી - girl Rape case in Rajkot

અમદાવાદમાં સાથે કામ કરતા વિધર્મી યુવકે રાજકોટમાં યુવતી (girl Rape case in Rajkot) સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. યુવતી રાજકોટ આવી જતા યુવકે ત્યાં આવી દુષ્કર્મ આચરીને વિડીયો ફોટોગ્રાફ્સ મોબાઈલમાં કેદ કર્યા (Rape Case in Rajkot) હતા. બાદમાં વિધર્મી યુવકે યુવતીની ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી આપતો હતો.(Rajkot Crime News)

સાથે નોકરી કરતા વિધર્મી યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચરીને આપી ધમકી
સાથે નોકરી કરતા વિધર્મી યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચરીને આપી ધમકી

By

Published : Jan 4, 2023, 4:12 PM IST

વિધર્મી યુવકે રાજકોટમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

રાજકોટ : રાજકોટમાં રહેતી અને મૂળ જામનગરની યુવતી સાથે દુષ્કર્મની આચાર્યની ફરિયાદ (Rajkot Crime News) રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જ્યારે આ ફરિયાદ અમદાવાદના ઝુબીન પઠાણ નામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ છે. દુષ્કર્મનો ભોગ બનનારી યુવતી આરોપી સાથે અમદાવાદ નોકરી કરતી હતી. ત્યારે આ શખ્સના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ આ યુવતી રાજકોટ આવતા આરોપી પણ રાજકોટ આવ્યો હતો. જે એક હોટલમાં લઈ જઈને યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ ઘટનાના વિડીયો અને ફોટોગ્રાફ્સ યુવકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. જે સમગ્ર મામલે હાલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. (girl Rape case in Rajkot)

આ પણ વાંચોવડોદરામાં યુવતીના અપહરણ અને દુષ્કર્મના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ

અમદાવાદ નોકરી કરતા આવ્યા સંપર્કમાંઝુબીન પઠાણ અને દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી વર્ષ 2018માં અમદાવાદમાં એક જ કંપનીમાં નોકરી કરતા હતા. તે દરમિયાન બંને સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ યુવતીએ નોકરી છોડી દઈને રાજકોટ (Rape case in Rajkot) ખાતે આવી ગઈ હતી. જોકે આ બંનેના સંપર્કો તે દરમિયાન પણ ચાલુ જ હતા. જે દરમિયાન ઝુબિન નામનો શખ્સ આ યુવતીને મળવા માટે રાજકોટ ખાતે આવ્યો હતો અને રાજકોટની એક હોટલમાં તેને લઈ ગયો હતો. જ્યાં યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મમાં આચરવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા છ મહિનાથી આ યુવક યુવતીને દુષ્કર્મ અંગેના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. (Ahmedabad heathen youth girl Rape)

આ પણ વાંચોચાર વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને ન કરવાનું કરી નાખ્યુ

ફોટો વિડીયો વાઈરલ કરવાની આપતો હતો ધમકીઅંગે રાજકોટના ACP વિ.જી.પટેલે જણાવ્યું (Rajkot ACP police) હતું કે, રાજકોટ ખાતે રહેતી યુવતીએ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની પોલીસ ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, આરોપી તેમની સાથે વર્ષ 2018માં અમદાવાદ ખાતે નોકરી કરતો હતો. જે નવેમ્બર 2021 દરમિયાન રાજકોટ ખાતે આવેલા અને રાજકોટની (Rajkot Police) હોટલમાં આ યુવતીને લઈ જઈને અને તેની મરજી વિરુદ્ધનું દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે આ દુષ્કર્મની ઘટનાના ચોરી છુપીથી વિડીયો ફોટા આરોપીએ કેમેરામાં કેદ કરી લીધા હતા. ત્યારબાદ આરોપી દુષ્કર્મ અંગેના વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને હેરાન કરતો હતો. જે મામલે યુવતીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details