રાજકોટમાં રવિવારે રાત્રી દરમિયાન ત્રણ બાળકોના ઊંડા ખાડામાં ડુબી જવાથી મોત નિપજ્યા હતા. રૈયા ગામના દલિત પરિવારના કુલ ચાર બાળકો નજીકમાં આવેલ સવન બિલ્ડીંગની કન્ટ્રક્શન સાઇટના ખાડામાં ન્હાવા માટે ગયા હતા. જેમાં ત્રણ બાળકો ઊંડા પાણીમાં ગરક થઈ જતા મૃત્યુ પામ્યા હતા.
રાજકોટમાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત, બિલ્ડર અને કોન્ટ્રક્ટર વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ - rajkot news
રાજકોટઃ શહેરના રૈયા રોડ નજીક સવન બિલ્ડીંગના બાંધકામ સાઈટના ખાડામાં રવિવારે ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. તેથી બાળકોના પરિજનો દ્વારા મોત મામલે બિલ્ડીંગ અને સાઈટના કોન્ટ્રાકટરને દોષી ઠેરવાયા હતા. તેમજ મૃત બાળકોની મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો. જો કે આ મામલે સમજાવટ બાદ પરિજનોએ બાળકોના મૃતદેહ સ્વીકાર્યા હતા. જ્યારે પોલીસે પણ આ મામલે બિલ્ડર સનવ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી.
જ્યારે એક બાળક પાણીની બહાર હોય ફરી ઘેર જતો રહ્યો હતો, પરંતુ ત્રણ બાળકો ડૂબવાની ઘટના અંગે કોઈને નહિ કહેતા પરિજનો દ્વારા આ બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે પછી ઘટનામાં બચી ગયેલ બાળકે ત્રણ બાળકો પાણીમાં ડૂબવાની વાત પરિજનોને કરતા તાત્કાલિક ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી.
અંતે ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે રાત્રીના સમયમાં ત્રણેય બાળકોની મૃતદેહને બહાર કાઢ્યા હતા. મૃતક ત્રણેય બાળકોની ઉંમર 14થી 15 વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ત્રણ બાળકોના ડૂબવાથી મોતના મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.