ATM તોડી ચોરી કરવાનો પ્રયત્ન કરનારને પોલીસ દબોચી લીધો રાજકોટ:ધોરાજી શહેરના સ્ટેશન રોડ પર આવેલ State Bank of India નું ATM ગત દિવસે કોઈ તોડી ચોરી કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજરે સમગ્ર બાબતે ધોરાજી પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિઓ સામે બાબતે ધોરાજી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાની અંદર એટીએમમાંથી ચોરીનો પ્રયત્ન કરનાર અને એટીએમમાં નુકસાન કરનાર વ્યક્તિને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો છે અને કુલ નવ જેટલા ગુનાઓ પણ ઉકેલી કાઢ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસ ફરિયાદ: આ બનાવની અંદર ધોરાજી State Bank of India ની ધોરાજી શાખાના મેનેજર સુબોધ કુમાર રામનરેશ સિંહ દ્વારા ધોરાજી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, ધોરાજી શહેરના સ્ટેશન રોડ પર આવેલ SBI નું એટીએમ કોઈ વ્યક્તિ દ્વારા ચોરી કરવાના ઇરાદેથી તોડફોડ કરી નાખી છે અને એટીએમને નુકસાન કરેલ છે. આ બાબત ધ્યાને આવતા તેમના દ્વારા ધોરાજી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ધોરાજી પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિ દ્વારા ચોરી કરવાના ઇરાદે નુકસાન કર્યું હોવાની બાબતે ગુનો નોંધી સમગ્ર બાબતે તપાસના ધમધમાટ શરૂ કરી અને તોડફોડ કરનારની શોધખોળ શરૂ કરી હતી.
આરોપી ઝડપાયો: આ અંગે ધોરાજી પી.આઈ. એ.બી. ગોહિલ તથા તપાસ અધિકારી એ.એસ.આઇ બી.એચ. ગંભીરનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, ધોરાજી શહેરના સ્ટેશન રોડ પર આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એટીએમમાં ચોરી કરવાના ઇરાદે નુકસાન પહોંચાડવાની બાબતે પોલીસ દરિયાદ નોંધાતા આ કામને અંજામ આપનાર વ્યક્તિની શોધખોળ શરૂ હતી. તપાસ દરમિયાન બાતમીના આધારે જેતપુર તાલુકાના નવાગઢમાં રહેતા વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે હાલ પોલીસે તેમની અટકાયત કરી અને તેમની વધુ પૂછતાછ અને તપાસ માટેની પણ તજવીજ હાથ ધરી છે. આ ઝડપાયેલા વ્યક્તિ પાસેથી એક મોટરસાયકલ, લોખંડના પાઇપ, સળિયા, પાના-પકડ સહિત કુલ રૂપિયા 10,000 નો મુદ્દા માલ કબજે કરી તેમની વધુ પૂછતાછ અને આ મામલે તપાસ શરૂ કરી છે.
કોણ છે આરોપી?:ધોરાજી શહેરના સ્ટેશન રોડ પર એટીએમની અંદર ચોરી કરવાના ઇરાદે થયેલી નુકસાની અંગે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર બાબતે ધોરાજી પોલીસ દ્વારા તસ્કરને ઝડપવા માટેની તજવીજ શરૂ કરી હતી. ધોરાજી પોલીસ સ્ટેશન સીસીટીવી પ્રોજેક્ટની મદદથી તપાસ કરતા આ ઘટનાની અંદર એક GJ-03-JN-7222 નંબરની ગાડી ધ્યાને આવી હતી. જેને પોકેટકોપની મદદથી તપાસ કરતા આ ગાડી દાદામિયા વાલીમિયા સૈયદ નામના જેતપુરના વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું. આ મોટરસાયકલ તેમનો પુત્ર દિલાવરમીયા દાદામિયા કાદરી ચલાવે છે અને બે દિવસથી તેમનો પુત્ર ઘરે આવેલ નથી તેવી બાબત સામે આવી હતી.
નવ જેટલા ગુનાઓ ઉકેલી કાઢ્યા: આ બાબતે પોલીસે વધુ પૂછતાછ અને તપાસના ધમધમાટ શરૂ કરી અને બાતમીના આધારે આ મોટરસાયકલ તેમજ આ વ્યક્તિની સોધખોળ શરૂ કરતા ધોરાજીના રાયધરાના પુલ પાસે જુના ઉપલેટા રોડ તરફ આ વ્યક્તિ આવતો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર બાતમીના આધારે પોલીસ ઝડપી લીધો હતો. તેમની પાસે રહેલ મોટરસાયકલ તેમજ તે વ્યક્તિની પૂછતાછ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. અટકાયત કર્યા બાદ પોલીસે એટીએમમાં તસ્કરી કરવાના પ્રયત્નો અને નુકસાન કરનાર વ્યક્તિને ઝડપી લીધો હતો સાથે જ અન્ય સહિત કુલ નવ જેટલા ગુનાઓ ઉકેલી કાઢ્યા છે.
- Ahmedabad News: ઓઢવમાં બેન્કમાં નકલી દાગીના મૂકી ગોલ્ડ લોન લેનાર સહિત 3 સામે ઠગાઈની ફરિયાદ
- Ahmedabad Rape Crime : જન્મકુંડળી કઢાવવા મહિલાએ બોલાવેલા જ્યોતિષે કર્યું કાળું કામ, આરોપીને પોલીસે દબોચ્યોં