ચાર વર્ષ પહેલા ત્રણ ખુણીયા પાસે પાઉંભાજી લેવા ગયેલા સંજય ભાદાણી નામના પટેલ યુવાને અક્રમ કટારીયા અને તેના ભાઈ સોહીલ સહિતના શખ્સોએ ગેરકાયદે મંડળી રચી નિર્મમ હત્યા કરી હતી. જેના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બાદમાં અક્રમ અને તેના ભાઈ સોહીલ સહિતના આરોપીઓને જેલ ભેગા કરાયાં હતાં.
ગોંડલમાં હત્યાના ગુનામાં ભાગી ગયેલા આરોપીને પોલીસે ઝડપાયા
ગોંડલ: શહેરના ત્રણ ખુણીયા પાસે નિર્દોષ પટેલ યુવાનની હત્યામાં સંડોવાયેલા બે શખ્સો સેસન્સ કોર્ટમાં એક દિવસના વચગાળાના જામીન મેળવી છેલ્લા દોઢ માસથી નાસતા ફરતા હતા. જેને LCB પોલીસની ટીમે મહારાષ્ટ્રના લાતુર ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વર્ષ 2016થી સાડા ત્રણ વર્ષ સુધી નામદાર કોર્ટ દ્વારા જામીન ન મળવાથી આરોપીઓએ નામદાર સેસન્સ કોર્ટમાંથી એક દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જેનો લાભ લઈ તેઓ ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બાદ કેસના ફરાર આરોપીને ઝડપી લેવાની જવાબદારી LCB પી.આઈ રાણા અને તેની ટીમને સોંપાતા સઘન તપાસ શરૂ હાથ ધરાઈ હતી. જેના પગલે હેડ કોન્સ્ટેબલ જયુભા વાઘેલા, મહિપાલસિંહ જાડેજા અને અનિલભાઈ ગુજરાતીને સંયુક્તમાં બાતમી મળતા મહારાષ્ટ્રના લાતુર ખાતે દરોડો પાડતા અક્રમ અને સોહિલ મળી આવ્યાં હતા. જેમની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.