રાજકોટ: રાજકોટમાં ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કુવાડવા રોડ વિસ્તારમાં આવેલ દેવ નગર ખાતે એક આધેડની હત્યા (Murder Kuvadva Road in Rajkot) કરવામાં આવી છે. જ્યારે હત્યા કરનાર શખ્સ પણ પોલીસ સકંજામાં છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી.
આધેડને પાઇપ અને ધારિયાના ઘા મારી કરી હત્યા
કુવાડવા નજીક આવેલા દેવગઢ વિસ્તારમાં બપોરના સમયે એક 50 વર્ષના વૃદ્ધની હત્યા (Murder of an Old Man in Rajkot) કરવામાં આવી છે. મૃતક વૃદ્ધનું નામ હસમુખ ફતેપરા છે. જ્યારે તેની હત્યા નીપજાવનાર શખ્સનું નામ હિતેશ ઉર્ફ ગળું ઝાપડા છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ હિતેશ વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને તેને પાઈપ અને ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં હસમુખ ફતેપરાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.