ગુજરાત

gujarat

By

Published : Apr 16, 2020, 6:57 PM IST

ETV Bharat / state

લોકડાઉન છે કે લોકમેળો? ગોંડલના ભોજરાજપરામાં કામ વગર આંટાફેરા કરતા સમાજના દુશ્મનો ઝડપાયા

ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં લોકડાઉનની જાણે કે, લોકમેળો હોય તેમ ઉજવણી કરતા અને કામ વગર આંટા-ફેરા કરતા પાંચ શખ્સોને પોલીસે જાહેરનામા ભંગ બદલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ ભોજરાજપરામાં ઘરની ધોરાજી સમજી આંટાફેરા મારતા સમાજના દુશ્મનો ઝડપાયા
ગોંડલ ભોજરાજપરામાં ઘરની ધોરાજી સમજી આંટાફેરા મારતા સમાજના દુશ્મનો ઝડપાયા

ગોંડલઃ સમગ્ર ભારતમાં લોકડાઉન 2 જાહેર કરાયું છે, ત્યારે શહેરના હાર્દ સમા વિસ્તાર ભોજરાજપરામાં લોકડાઉનનું કેટલાક લોકો દ્વારા ચીર હરણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ કરતા પાર્થ પ્રકાશ પાઘડાળ, દિપક વિનોદ ચુડાસમા, ધવલ દીપક પાંભર, પ્રિન્સ હરેશ ગમારા, વિવેક શાંતિ રાદડિયા રહે ઉપરોક્ત પાંચેય, ભોજરાજપરા શેરી નંબર 28, તેમજ હર્ષદ ધીરુ ગજેરા દ્વારા પોતાની સ્ટેશનરીની દુકાન કિસાન બુક સ્ટોર જાણી જોઇ ખુલ્લી રાખવામાં આવી હોય પોલીસે ઉપરોક્ત ઇસમોની અટક કરી ipc કલમ 279 13 188 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ભોજરાજપરા મેઇન રોડ, પારેખ પેપર મીલ રોડ તેમજ પીરની આંબલી મેઇન રોડ ઉપર લોકમેળાની જેમ લોકો ફરી રહ્યા છે. ગાંઠિયા, ભજીયા, પીઝા અને ઢોસાની પાર્ટીઓ થઈ રહી હોવાની પોલીસ તંત્રને વ્યાપક ફરિયાદો મળવા પામી છે. આવા લોકો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details