રાજકોટઃ રાજકોટના જેતપુર તાલુકાના નવાગઢ ચોકડી નજીકથી 18 મે ના રોજ એક અજાણ્યો ઈસમ ફૂટપાથ પર રહેતા પરિવારની 6 વર્ષીય બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જોકે પોલીસે તે આરોપીની ધરપકડ કરી લીધી છે.
રાજકોટના નવાગઢમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો - ક્રાઈમ ન્યૂઝ
લોકડાઉન દરમિયાન પણ કેટલાક ક્રાઈમ થતાંં અટકતાં જ નથી. સોમવારે રાજકોટમાંં ફુટપાથ રહેતા એક પરિવારની 8 વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ દરમિયાન પોલીસને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં મહત્વની કડી મળી હતી. જેમાં ઘટના સ્થળેથી એક શખ્સ ભાગતો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ ઇસમની શોધખોળ શરૂ કરાતાં તેને નવાગઢ ચોકડી નજીકથી જ ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઈસમની પૂછપરછ કરવામાં આવતા અંતે આ મામલો ઉકેલાયો હતો.
પોલીસ પુછપરછ દરમિયાન મુળ ઉત્તરપ્રદેશના બસઇ ગામના સોનુ જગદીશ ચૌહાણ નામના 22 વર્ષના ઈસમે જ 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.