ગોંડલ તાલુકાના શેમળા ગામે રહેતા અને ખેતી સાથે વેપાર કરતા ભગવાનજીભાઈ નાગજીભાઈ રામાણીએ વડાપ્રધાન PM મોદી પ્રત્યે અનન્ય પ્રેમ દાખવ્યો છે. તેઓએ જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી ફરી વખત વડાપ્રધાન પદ પર બિરાજે નહીં, ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધેલ છે.
વડાપ્રધાન માટે અનોખો પ્રેમ, "મોદી" ફરીથી PM બને ત્યાં સુધી ઉપવાસ - PM modi
રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામે રહેતા યુવાને નરેન્દ્રમોદી ફરી વખત વડાપ્રધાન બને તે માટે અન્ન-જળનો ત્યાગ કરવાની ટેક રાખી છે. તેઓ દિવસ દરમિયાન માત્ર 250 ગ્રામ ફ્રૂટ જ આરોગી રહ્યા છે. તે ઉપરાંત જ્યાં સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદ પર બિરાજશે ત્યાં સુધી મીઠાઈ તેમજ ખાંડની આઇટમોનો પણ ત્યાગ કર્યો છે.
સ્પોટ ફોટો
મહત્વનું છે કે ગત તારીખ 6ના રોજ ભગવાનજીભાઇએ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી PM મોદી ફરી એક વખત વડાપ્રધાન ના બને ત્યાં સુધી તેઓ આ રીતે ટેક રાખશે.