ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદી સામે કવિતા સંભળાનારી બાળકી ફરી ચર્ચામાં, રેકોર્ડોને લઈને ગાયુ ગીત

સુરેન્દ્રનગરમાં PM મોદી સામે વિકાસ ગાથાની કવિતા (Aaradhya Ba Jadeja poem) સંભળનારી બાળકી ફરી એકવાર ચર્ચામાં આવી છે. ભાજપની પ્રચંડ બહુમતી મળી છે. જેને લઈને 7 વર્ષની આરાધ્યા બા જાડેજાએ ફરી એકવાર કાવ્ય ગાયું છે. (PM Modi against poem reciting girl)

PM મોદી સામે કવિતા સંભળાનારી બાળકી ચર્ચામાં, ફરી એકવાર રેકોર્ડોને લઈને ગાયુ ગીત
PM મોદી સામે કવિતા સંભળાનારી બાળકી ચર્ચામાં, ફરી એકવાર રેકોર્ડોને લઈને ગાયુ ગીત

By

Published : Dec 10, 2022, 4:54 PM IST

PM મોદી સામે કવિતા સંભળાનારી બાળકી ફરી એકવાર ચર્ચામાં

રાજકોટ : ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીને સુરેન્દ્રનગર ખાતે 7 વર્ષની આરાધ્યા બા જાડેજાએ ભાજપની વિકાસ ગાથાની કવિતા સંભળાવી હતી. જે સાંભળીને વડાપ્રધાન મોદી પણ અભિભૂત થયા હતા. તેવામાં માત્ર 7 વર્ષની બાળકી PM મોદીને કવિતા સંભળાવતી હોવાનો વિડીયો સામે આવતા આ બાળકી ચર્ચામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. જેને લઈને આ સાત વર્ષની આરાધ્યાએ ફરી સુંદર મજાનું કાવ્ય ગાયું છે. જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. (Aaradhya Ba Jadeja Poem)

ભાજપની ઐતિહાસિક જીતને લઈને કાવ્યની રચના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 જેટલી બેઠકો મળી છે. ત્યારે ભાજપની ઐતિહાસિક જીત માનવામાં આવે છે. જેને લઈને રાજકોટની 7 વર્ષની આરાધ્યા બા જાડેજાએ ફરી એક કાવ્યની રચના કરી છે. જે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જેના શબ્દો છે કે ભાજપે રચી દીધો છે ઇતિહાસ, જ્યારે જીતનો જશ્ન છે અને રેકોર્ડોની વણઝાર છે. 27 વર્ષના શાસન દરમિયાન પણ ભાજપનો કાર્યકાળ અખંડ છે. જ્યારે આરાધ્યાએ કાવ્યમાં રેવડી કલ્ચર પર પણ કટાક્ષ કર્યો છે. (PM Modi against poem reciting girl)

ધોરણ 2માં અભ્યાસ કરે છે આરાધ્યા બા વડાપ્રધાન મોદીને ભાજપની વિકાસ ગાથાની કવિતા સંભળાવનાર આરાધ્યા બા રાજકોટ ખાતે રહે છે અને ધોરણ બેમાં અભ્યાસ કરે છે. જ્યારે તેને કાવ્ય રચવાનો અને ગાવાનો શોખ છે. એવામાં આ વખતની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતા અને ઇતિહાસ રચાતા આરાધ્યાએ ફરી ભાજપની જીતને લઈને કાવ્ય બનાવ્યું છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. ભાજપની ઐતિહાસિકને લઈને 7 વર્ષની આરાધ્યા બાના કાવ્યનો વિડીયો વાયરલ થયો છે. (BJP development poem)

ABOUT THE AUTHOR

...view details