- રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંગે વડાપ્રધાન(Primer ministro)દ્વારા કરવામાં આવ્યું ડ્રોન કેમેરાના માધ્યમથી નિરીક્ષણ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi)મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ચાલી રહ્યું છે નિર્માણ કાર્ય
- 1લી જાન્યુઆરીના રોજ થયું હતું ઈ-ખાત મુહૂર્ત
રાજકોટઃ શહેરમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા અંતર્ગત 1,144 જેટલા આવાસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાલી રહેલા નિર્માણ કાર્યની ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મેળવી હતી. હાલ દેશભરમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા અંતર્ગત વિશ્વભરમાં પ્રવર્તમાન 54 હાઉસિંગ ટેકનોલોજીને 6 જેટલી કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જે અંતર્ગત દેશના 6 જેટલા રાજ્યોમાં આ કેટેગરી અંતર્ગત નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
- રાંચીમાં - પ્રિકાસ્ટ કોંક્રિટ કન્સટ્રકશન સિસ્ટમ થ્રીડી વોલ્યુમેટ્રીક કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
- ચેનાઇમાં - પ્રિકાસ્ટ કોંક્રિટ કન્સટ્રકશન સિસ્ટમ - પ્રિકાસ્ટ કમ્પોનેન્ટ્સ અસેમ્બ્લડ એટ સાઈટ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
- અગરતલામાં લાઈટ ગૌગ સ્ટીલ સ્ટ્રકચરલ સિસ્ટમ - પ્રિ એન્જિનિયરડ સ્ટીલ સ્ટ્રકચરલ સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
- ઇન્દોરમાં - પ્રિફેબ્રિકેટેડ સેન્ડવીચ પેનલ સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
- રાજકોટમાં - મોનોલીથીક કોંક્રિટ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
- લખનઉમાં - સ્ટે ઈન પ્લેસ ફોર્મવર્ક સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ ખુદ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણા વાંચોઃBullet Train Project : સંપૂર્ણ પ્રોજેક્ટ ઇકો ફ્રેન્ડલી રહેશે, જાણો સુરતમાં બની રહેલા 'ગ્રીન સ્ટેશન' વિશે
વડાપ્રધાન દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું નિરીક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm) ના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ ખુદ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાલી રહેલા નિર્માણ કાર્યનું ડ્રોન કેમેરાની મદદથી નિર્માણ કાર્ય ક્યાં સુધી પહોંચ્યું તે અંગેની તમામ માહિતી મેળવી હતી, ત્યારે રાજકોટમાં મોનોલીથીક કોંક્રિટ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજી અંતર્ગત ટ્ટનલ ફોર્મવર્ક સિસ્ટમના માધ્યમથી પુનેની કંપની આઉટીનોડ ફોર્મવર્ક પ્રોવાઇડાર દ્વારા ટેકનોલોજી પ્રોવાઇડ કરવામાં આવી રહી છે. જ્યારે તેનું નિર્માણ કાર્ય માલાણી કન્સટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટેકનોલોજી અંતર્ગત ચોક્કસ પ્રકારના ટ્ટનલ મોડ્યુલને બેસાડવામાં આવે છે. જેના કારણે કોંક્રિટની દીવાલો અને સ્લેબનું કાર્ય એક દિવસમાં પૂર્ણ કરી શકાય છે. જે કામ પૂર્વ કરતા દિવસો વીતી જતા હોય છે.