વિઠ્ઠલ રાદડિયાનું નિધન થતા, વિરપુર ગામ સજ્જડ બંધ - virpur village news
વિરપુરઃ સૌરાષ્ટ્રના સાવજ અને ખેડૂતના મસીહા એવા કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધન થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક છવાયો છે. યાત્રાધામ વિરપુર જલારામ ધામમાં પણ સમસ્ત ગ્રામજનોએ શોક પાળ્યો હતો, અને સ્વયંભુ સજજડ બંધ પાળી શ્રદ્ધાંજલી અર્પી હતી.
ગામ સ્વયંભુ બંધ
વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. સમસ્ત વિરપુર ગામ દ્વારા સાંજે આઠ વાગ્યે પ્રાર્થના સભાનું પણ કરવામાં આવ્યું છે. જેમાં પટેલ સમાજ ભવન વિરપુર ખાતે તમામ સમાજ વિઠ્ઠલભાઈ રાદડિયા ને શ્રદ્ધાંજલિ અપાશે.