સુરતના ભેસ્તાનમાં આવાસ ધારકોએ હાથમાં ઢોલ લઈને કર્યો અનોખો વિરોધ - gujarati news
સુરતઃ શહેરના ભેસ્તાન વિસ્તારમાં સ્થિત જર્જરીત આવાસના ફ્લેટ ધારકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ફક્ત પાંચ વર્ષની અંદર જ ખખડધજ આવાસના ફ્લેટને ફરી રી-ડેવલપમેન્ટ કરવાની માંગ સાથે લોકો ધરણા પર ઊતર્યા છે.
surat news
ફ્લેટમાં અનેક વખત સ્લેબ તૂટી પડવાની ઘટનામાં લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની લોકોએ રજુઆત કરી, પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. જેથી આવાસ ફ્લેટ ધારકો હાથમાં ઢોલ-નગારા લઈ તંત્રને જગાડવાના પ્રયાસ સાથે રસ્તાઓ પર ઊતરી ગયા હતા. સ્થાનિકો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર સહિત વિવિધ વિભાગોને પણ લેખિતમાં જાણ કરી હતી.