દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોની સ્મૃતિમાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે તેમજ રોડ અકસ્માતો નિવારવા માટે જનજાગૃતિ ફેલાય તેવા શુભાશયથી 'વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ'ની વર્ષ 1995થી 'ફેડરેશન ઓફ રોડ ટ્રાફીક વિકટીમ્સ' (Federation of Road traffic Victims)ની ઉજવણી કરવામાં આવે છે. 26 ઓક્ટોબર 2005ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંધની સામાન્ય સભા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યા બાદ આ દિવસને 'World Day of Remembrance' તરીકે સ્વિકૃતિ આપવામાં આવી હતી.
રાજકોટ પોલીસે અકસ્માતનો ભોગ બનનારને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
રાજકોટ: માર્ગ અકસ્માતનો ભોગ બનનારને શ્રદ્ધાંજલિ પાઠવવાના શુભાશય દ્વારા રાજકોટ શહેર પોલીસ દ્વારા 'વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત રાજકોટ શહેર પોલિસ કમિશ્રનર મનોજ અગ્રવાલે દીપ પ્રાગટ્ય વડે કરી હતી.
રાજકોટ પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનારને યાદ કરીને શ્રધ્ધાંજલી પાઠવી
વર્ષ 2019ની થીમ 'Life is not a car parts' રાખવામાં આવી છે. જેનો મતલબ છે કે, આપણી જીંદગી કોઈ કારના સ્પેર પાર્ટસ નથી કે, ગમે ત્યારે બદલી શકાય. 'વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ, નીમિતે રાજકોટ શહેર પોલીસ તંત્ર તથા ઉપસ્થિત સ્વજનો દ્વારા રાજકોટ શહેરમાં એક વર્ષ દરમિયાન થયેલા 140 જીવલેણ અકસ્માતના મૃતકોને પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.