DMIT રિપોર્ટના આધારે ગમતી અણગમતી બાબતોનો આવશે ખ્યાલ રાજકોટ: રાજકોટમાં એક અનોખા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનાર યુવક યુવતીના ફિંગર પ્રિન્ટ લેવામાં આવશે. જેના આધારે ડર્મેટોગ્લેફિકસ મલ્ટિપલ ઈન્ટેલિજન્સ નામનો ટેસ્ટ કરવામાં આવશે.
ડર્મેટોગ્લેફિકસ મલ્ટિપલ ઈન્ટેલિજન્સ ટેસ્ટ એકબીજાની પસંદ-નાપસંદ જાણી શકાશે: ડર્મેટોગ્લેફિકસ મલ્ટિપલ ઈન્ટેલિજન્સનો 46 પાનાનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટમાં યુવક યુવતીની પસંદ, નાપસંદ તેમજ તેમને કઈ વાતના કારણે વધુ ગુસ્સો આવે છે. જ્યારે તેમની મનપસંદ વસ્તુઓ કઈ કઈ છે. આ તમામ બાબતોને આવરી લેવામાં આવે છે. ત્યારે આ રિપોર્ટ થતી લગ્ન કરનાર યુવક યુવતીને ભવિષ્યમાં એકબીજા સાથે કેવી રીતના વર્તન કરવું અને એકબીજાની ગમતી અણગમતી બાબતોનો પણ ખ્યાલ આવે છે અને તેઓ ભવિષ્યમાં પોતાનું દાંપત્યજીવન સુખીથી જીવી શકે છે.
ડર્મેટોગ્લેફિકસ મલ્ટિપલ ઈન્ટેલિજન્સ ટેસ્ટ: આ મામલે વધુ વિગત આપતા વિનોદ દેસાઈએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજ સંચાલિત રાજકોટમાં ચિંતાબેંક ચલાવવામાં આવે છે. જ્યારે આ ચિંતા બેંકમાં મુખ્યત્વે બે પ્રશ્નો સૌથી વધારે જોવા મળ્યા હતા. જેમાં એક વ્યાજખોરનો પ્રશ્ન અને બીજા દાંપત્ય જીવનના પ્રશ્નો જોવા મળ્યા હતા. જેમાં અમે લોકોને આર્થિક રૂપે મદદરૂપ થવા માટે બિઝનેસ શીખવા માટેના ક્લાસની ટ્રેનિંગ આપી રહ્યા છીએ. એવામાં દાંપત્ય જીવનનો પ્રશ્ન અમારી સાથે ઊભો હતો. જેના કારણે અમારી ટીમ દ્વારા વિચાર કરવામાં આવ્યો અને આગામી દિવસોમાં એવા સમૂહ લગ્ન યોજવામાં આવે જે અનોખા સમૂહ લગ્ન હોય અને સમાજને નવો મેસેજ મળે, જ્યારે આ સમૂહ લગ્નમાં સૌથી પહેલો અમે નિયમ એવો રાખ્યો છે કે જે યુવક યુવતી આ લગ્નમાં ભાગ લે તેમનો ડર્મેટોગ્લેફિકસ મલ્ટિપલ ઈન્ટેલિજન્સ ટેસ્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો:MAY FESTIVAL 2023: મે મહિનોમાં આવી રહ્યા છે આ મોટા તહેવાર, રવિવારે મધર્સ ડે
યુવક યુવતીઓનું કાઉન્સિલિંગ: તેમને વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જ્યારે યુવક યુવતીનો ડર્મેટોગ્લેફિકસ મલ્ટિપલ ઈન્ટેલિજન્સ ટેસ્ટ કરવામાં આવશે. જેના આધારે 46 પાનાનો એક રિપોર્ટ તૈયાર થશે. ત્યારે આ રિપોર્ટ દ્વારા યુવક યુવતીની વર્તણુક કેટલા મેચ થાય છે અને કેટલા નથી થતા તે સામે આવે છે. જ્યારે યુવક યવતીઓની વર્તણુક મેચ નથી થતા તો આ યુવક યુવતીએ ભવિષ્યમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ લગ્ન પહેલા યુવક યુવતીઓના ડર્મેટોગ્લેફિકસ મલ્ટિપલ ઈન્ટેલિજન્સ ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ રિપોર્ટના આધારે યુવક યુવતીઓનું ચારથી પાંચ વખત કાઉન્સિલિંગ કરવામાં આવશે.
તેમનું દાંપત્યજીવન ક્યાં પ્રકારનું રહેશે તે અંગેનો ખ્યાલ પણ આવી શકે આ પણ વાંચો:Cooking pollutes : રસોઈ તમારા ઘરને પ્રદૂષિત કરે છે અને તમારા સ્વાસ્થ્યને જોખમમાં વધારો કરે છે :અભ્યાસ
1920થી થઈ હતી આ ટેસ્ટની શરૂઆત: એમાં યુવક યુવતીના માતા-પિતાને પણ સાથે રાખવામાં આવશે. લગ્ન કરનાર યુવક યુવતીઓને સ્પર્શતી તમામ બાબતોને એકબીજા સાથે મેચ કરવામાં આવશે. જેના કારણે આગામી દિવસોમાં તેઓ જો લગ્ન કરશે તો તેમનું દાંપત્યજીવન ક્યાં પ્રકારનું રહેશે તે અંગેનો ખ્યાલ પણ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ટેસ્ટની શરૂઆત 1920થી કરવામાં આવી હતી. પરંતુ ઘણા ઓછા લોકોને આ ટેસ્ટનો ખ્યાલ છે. ત્યારે હવે રાજકોટમાં યોજાના લગ્નમાં યુવક યુવતીઓના જન્મ કુંડળીને જગ્યાએ ડર્મેટોગ્લેફિકસ મલ્ટિપલ ઈન્ટેલિજન્સ ટેસ્ટ કરવામાં આવશે.