ગુજરાત

gujarat

ETV Bharat / state

તારીખ પે તારીખનો ખેલ : નરેશ પટેલે પ્રશાંત કિશોર અંગે કહ્યું - "રાજકારણમાં મારી સાથે" - વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન

ખોડલધામમાં આજે અલગ અલગ ચાર બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નરેશ પટેલે કહ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે, હું રાજકારણમાં જોડાઇશ તો મારા સપોર્ટમાં( Political Entry of Naresh Patel)રહેશે. શ્રાવણ મહિનાની આસપાસ તારીખ જાહેર કરવા નક્કી કરવામાં આવ્યું છે ત્યારે નરેશ પટેલના રાજકારણના પ્રવેશ પર સૌ કોઈની મીટ છે.

તારીખ પે તારીખઃ રાજકારણમાં પ્રવેશ અંગે નરેશ પટેલે તારીખ ઠેલવી
તારીખ પે તારીખઃ રાજકારણમાં પ્રવેશ અંગે નરેશ પટેલે તારીખ ઠેલવી

By

Published : Apr 27, 2022, 6:49 PM IST

રાજકોટ:શહેરના કાગવડ સ્થિત ખોડલધામમાં આજે અલગ અલગ ચાર બેઠક યોજાઇ (Meeting in Khodaldham)હતી. જેમાં કોરોનાની ત્રીજી લહેરમાં મોકૂફ રાખવામાં આવેલી મહાસભા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૌથી પહેલા ટ્રસ્ટીમંડળની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નરેશ પટેલે કહ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે, હું રાજકારણમાં જોડાઇશ તો મારા સપોર્ટમાં રહેશે. રાજકારણમાં આવીશ તો પારદર્શક રાજનીતિ કરીશ. ટ્રસ્ટીમંડળની બેઠક બાદ સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની બેઠક મળી હતી. બાદમાં ગુજરાતના કન્વીનરોની બેઠક યોજાઇ હતી.

નરેશ પટેલ

જાજો સમય નહીં લઉં તેવું નરેશ પટેલ -ખોડલધામમાં ટ્રસ્ટીમંડળની બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા મિત્ર છે સાથે ગઇકાલનો તેનો નિર્ણય અંગત નિર્ણય છે. કોંગ્રેસમાં નહીં જોડાઇ તેવું કહ્યું છે, પણ મારી સાથે તેઓ હમેંશ રહેશે. હું રાજકારણમાં જોડાઇશ તો એ મારા સપોર્ટમાં જ રહેશે. સર્વે પૂર્ણ થયો નથી પરંતુ સર્વે પૂર્ણતાના આરે છે. અત્યાર સુધી સર્વેમાં વડીલો મારી ચિંતા કરે છે કે, રાજકારણમાં ન જોડાવું જોઈએ પરંતુ યુવાનો ઈચ્છે છે કે, હું રાજકારણમાં જોડાવ જેથી આ મહિનાના અંતમાં હું તારીખ જાહેર કરીશ અને એ તારીખે હું મારો નિર્ણય જાહેર કરીશ, હવે જાજો સમય નહીં લઉં તેવું નરેશ પટેલે જણાવ્યું હતું.

નરેશ પટેલના રાજકારણના પ્રવેશ પર સૌ કોઈની મીટ -આ સાથે નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બેઠકમાં મહાસભાની પણ ચર્ચા થઈ હતી. પરંતુ હાલ ગરમી બહુ પડે છે એટલે લોકોને અગવડતા પડે અને વાતાવરણ ઠંડુ થાય ત્યારે મહાસભા યોજવા નિર્ણય કર્યો છે. શ્રાવણ મહિનાની આસપાસ તારીખ જાહેર કરવા નક્કી કરવામાં આવ્યું છે ત્યારે નરેશ પટેલના રાજકારણના પ્રવેશ પર સૌ કોઈની મીટ છે.

આ પણ વાંચોઃમિત્ર નરેશની સંગાથે આવી કિશોર 'ના' કરશે 'હા'?, 'કોંગ્રેસ' કારણ બન્યું રાજકારણ

ખોડલધામમાં યોજાઇ રહેલી બેઠકો પર IB સહિતની એજન્સીઓની નજર -ખોડલધામમાં યોજાઇ રહેલી બેઠકો પર IB સહિતની એજન્સીઓની પણ નજર હતી. સ્ટેટ IBના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખોડલધામ પહોંચ્યા હતા. IB આજની બેઠકોમાં થતી હિલચાલને લઇ રિપોર્ટ સરકારને આપશે. ખોડલધામમાં યોજાઇ રહેલી બેઠકોમાં કોણ કોણ ઉપસ્થિત છે અને શું શું ચર્ચાઓ થઇ તે અંગેનો રિપોર્ટ સરકારને સુપરત કરશે. જોકે, ખોડલધામ સમિતિના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવ્યું હતું કે આજની બેઠક રૂટિન છે, જેમાં રાજકારણની ચર્ચા કરવામાં આવશે નહીં. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગે પણ આજે જાહેરાત કરવામાં આવશે નહીં. હજી સર્વે બાકી હોવાથી રાજકારણમાં જોડાશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા આજની બેઠક બાદ થશે નહીં.

રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ -ખોડલધામ ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થયા બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે ત્યારે સર્વેમાં યુવાનોનું મંતવ્ય છે કે નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. બીજી તરફ પાટીદાર આગેવાનો જણાવી રહ્યા છે કે નરેશ પટેલની સમાજકાર્યમાં જરૂર છે, આથી તેમણે રાજકારણમાં જોડાવવું ન જોઈએ.

આ પણ વાંચોઃMeeting in Khodaldham: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ફરી આવ્યા ચર્ચામાં, હવે કોની સાથે બેઠક કરી, જાણો

વિરોધાભાસી નિવેદનોથી ભારે ચર્ચાઓ શરૂ -હાલ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે વિરોધાભાસી નિવેદનોથી ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ ગઈકાલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે રમેશ ટીલાળાએ આપેલું નિવેદન તેમનું અંગત નિવેદન છે. સર્વેનો રિપોર્ટ હજુ આવ્યો નથી, રિપોર્ટ હાઇકમાન્ડને આપવામાં આવશે. હજુ સુધી સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી. ખાસ તો યુવાનોનું એવું કહેવું છે કે નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે રમેશ ટીલાળા નરેશ પટેલની અંગત વ્યક્તિઓમાંની એક છે અને તેઓ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. ત્યારે રમેશ ટીલાળાના નિવેદનને પ્રવક્તાએ અંગત નિવેદન ગણાવ્યું છે, પરંતુ તેના નિવેદનને નકારી શકાતું નથી. આ મતમતાંતર બાદ ખોડલધામના સર્વેમાં શું સામે આવે એના પર સૌ કોઈની નજર છે.

ABOUT THE AUTHOR

...view details