રાજકોટમાં સત્તત તાપમાનમાં વધારો, લૂ લાગવાથી આધેડનું થયું મોત - High Temperature
રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં તાપમાનમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને શહેરીજનો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજકોટમાં લૂ લાગવાના કારણે એક આધેડનું મોત થયું છે. શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલ ગૌશાળા નજીક એક આધેડ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ આધેડનું મોત લૂ લાગવાના કારણે થયું હોવાનું જણાવ્યું હતું.
સ્પોટ ફોટો
રાજકોટમાં રોજબરોજના તાપમાનનો પારો વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજ તાપમાનનો પારો 42ડિગ્રીની આસપાસ પહોંચી જાય છે. ત્યારે રાજકોટમાં લૂ લાગવાના કારણે એક આધેડનું મોત નિપજતા હાહાકાર મચ્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ રાધેશ્યામ ગૌશાળા નજીક ફાલ્ગુન વિનુભાઈ વોરા નામના 45 વર્ષીય આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આધેડનું મોત લૂ લાગવાના કારણે થયું હોવાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું છે.