ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : રાજકોટમાં ખાનગી શાળાઓ ફી મામલે બેફામ વધારો કરતા NSUIનો વિરોધ - શૈક્ષણિક સત્ર 2023 24

રાજકોટમાં ફી નિયમન કચેરી ખાતે NSUI દ્વારા શાળાઓમાં ફી વધારા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIએ વાલીઓને સાથે રાખીને ફી વધારો પરત ખેંચવાની માંગ કરી છે. જોકે, આ તરફ ફી નિયમન કચેરીના સભ્યએ કહ્યું કે, એકપણ શાળાઓને હજુ સુધી ફી વધારવા માટેની મંજૂરી આપવામાં આવી નથી.

Rajkot News : રાજકોટમાં ખાનગી શાળાઓ ફી મામલે બેફામ વધારો કરતા NSUIનો વિરોધ
Rajkot News : રાજકોટમાં ખાનગી શાળાઓ ફી મામલે બેફામ વધારો કરતા NSUIનો વિરોધ

By

Published : Jun 21, 2023, 5:42 PM IST

રાજકોટમાં ખાનગી શાળાઓ ફી મામલે બેફામ વધારો કરતા NSUIનો વિરોધ

રાજકોટ : તાજેતરમાં જ રાજ્યમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. એવામાં વિવિધ ખાનગી શાળાઓ બેફામ બનીને વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવતી રહી છે. તેના વિરોધ માટે આજે રાજકોટ FRC (ફી નિયમન કચેરી ખાતે) NSUI દ્વારા વાલીઓને સાથે રાખીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને ફી વધારા મામલે રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે NSUIની માંગ છે કે ફી નિયમન કમિટી દ્વારા જે ખાનગી શાળાઓમાં ફી વધારો આપવામાં આવ્યો છે તે પરત લેવામાં આવે, ઉલ્લેખનિય છે કે, રાજકોટ NSUI દ્વારા ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ફી નિયમન કચેરી

ખાનગી શાળાઓમાં સંચાલકો ખોટા ખર્ચા, ફી રેગ્યુલેશન કમિટી સમક્ષ ખોટા ખર્ચના આધારે ફી વધારો મંજૂર કરવામાં આવી રહ્યો છે. જેના વિરોધમાં આજે NSUI સાથે મોટી સંખ્યાઓ વાલીઓ પણ આવ્યા છે, ત્યારે ખાનગી શાળાઓ દ્વારા જે ખોટા ખર્ચાઓ વિદ્યાર્થીઓના કોઈ કામના નથી તે ખર્ચ બતાવીને ફી વધારો મંજૂર કરવામાં આવી રહ્યો છે. તેમજ કેટલીક શાળાઓ દ્વારા ફી મંજૂરી માટેની ફાઈલો મૂકી છે તે ફી વધારો મંજૂર કરવામાં ન આવે અને જો આ ફી વધારો મજુર થઈ ગયો છે, તો તેને પેન્ડિંગ રાખવામાં આવે તેવી માંગ સાથે આજે અમે રજૂઆત માટે આવ્યા છીએ.- નરેન્દ્ર સોલંકી (પ્રદેશ પ્રમુખ, NSUI)

ફી નિયમન કમિટીનું શું કહેવું છે :આ મામલે રાજકોટ ફી નિયમન કમિટીના સભ્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષે 2023-24ની ફી વધારાની દરખાસ્ત પર હાલ ચકાસણી ચાલી રહી છે. જ્યારે અત્યાર સુધીમાં વર્ષ 2023-24 વર્ષ 2024-25 અને 2025-26ની જે દરખાસ્તો આવી છે. એમાંથી એકપણ શાળાઓને હજુ સુધી ફી વધારવા માટેની મંજૂરી આપવામાં આવી નથી. હાલ આ ફી વધારા મામલે ચકાસણી માટેનું કામ ચાલી રહ્યું છે અને ચકાસણી થયા બાદ ફી વધારો કરવો કે કેમ તે અંગનો નિર્ણય લેવામાં આવશે. જ્યારે ફી વધારા માટે દર વર્ષે મોંઘવારીનો દર, શિક્ષકોનો પગાર, શાળાઓનું મેન્ટન્સ આ તમામ બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હોય છે અને ત્યારબાદ ફી વધારો કરવો કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે છે.

  1. Junagadh News : સાગરસોલા પ્રાથમિક શાળા ચાર દિવસથી બંધ, વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલતા વાલીઓ લાલધૂમ
  2. Banaskantha News : બનાસકાંઠાના જોરવાડા ગામમાં પાણી ન મળતા બાળકો શાળા છોડવા બન્યા મજબૂર, વિદ્યાર્થીઓની સરકારને વિનંતી
  3. Ahmedabad News : નિરમા સ્કૂલની ફી વધારાની મનમાનીને લઈને NSUIનો વિરોધ, માંગ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી

ABOUT THE AUTHOR

...view details