રાજકોટઃકોરોના બાદ રાજકોટની ખાનગી સ્કૂલો દ્વારા ફીમા તોતિંગ વધારો કરાયો છે. આ મામલે આજે રાજકોટ NSUIએ FRC કમિટીની ઑફિસ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ NSUIએ FRCની ઑફિસને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિરોધને પગલે રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
NSUI Protest: રાજકોટની ખાનગી શાળાઓએ ફી વધારતા NSUIનો વિરોધ, FRC કમિટીની ઑફિસને માર્યા તાળા
રાજકોટમાં ખાનગી શાળાઓએ ફીમાં વધારો કરતા વાલીઓની ચિંતા વધી છે. ત્યારે હવે આ ફી વધારા મામલે NSUI વિરોધ કરવા રસ્તા પર ઉતરી હતી. NSUIએ FRC કમિટીની ઑફિસમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.
ખાનગી શાળાઓ વાલીઓને લૂંટી રહી છે: NSUI:આ અંગે પ્રદેશ ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, જે ખાનગી શાળાઓ બેફામ બનીને વાલીઓને લૂંટી રહી હતી. તેને અંકુશમાં રાખવા FRCની રચના કરવામાં આવી હતી. જ્યારે આ FRC અંતર્ગત ફીનો સ્લેબ નક્કી કરાયો હતો, જેમાં 15,000-25,000 અને 30,000 જ્યારે આનાથી વધારે કોઈ શાળાને ફીમાં વધારો કરવો હોય તો તેને FRCની મંજૂરી લેવાની હોય છે. જ્યારે ગઈકાલે FRC દ્વારા 20થી 30 ટકા ખાનગી શાળાઓને ફીમાં વધારાની મંજૂરી અપાઈ છે. તેને તાત્કાલિક પહોંચી ખેંચવામાં આવે તેવી અમારી માગ છે.
આ પણ વાંચોઃjunior exam paper leak accused: રાજકોટમાં NSUI સંગઠનએ પેપર ફોડનાર આરોપીના પૂતળાને જાહેરમાં ફાંસી આપી
ગઈકાલે જ ફીમાં કરાયો વધારોઃNSUIએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં શાળા સંચાલક મંડળ અને FRC દ્વારા ભેગા મળીને લાખો રૂપિયાની ફી વધારા માટે ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. હજી ગઈકાલે જ FRCએ ખાનગી શાળાઓમાં 20થી 30 ટકાનો ફી વધારો મંજૂર કર્યો છે. તેને લઈને અમે FRC કમિટીને પૂછવા આવ્યા છીએ કે, ખાનગી શાળાઓ એવી તો શું વધારાની વ્યવસ્થા કરી છે કે, જેના કારણે તેને 20થી 30 ટકા દર વર્ષે ફી વધારો આપવામાં આવે છે. જ્યારે ભારતમાં શિક્ષણનું વ્યાપારીકરણ ન થવું જોઈએ તેવું NSUIની સ્પષ્ટ માગણી છે.