ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લાનાં 12 ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક - news rain

રાજકોટ જિલ્લાનાં 12 ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થઇ હોવાનું સામે આવ્યું છે. કેટલાક ડેમોમાં ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોય જેને લઇને સિંચાઈ વિભાગ દ્વારા આ વિસ્તાર હેઠળ આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપલેટા તાલુકાના હરિયાસણ, રબારીકા, ચરેલીયા, રાજપરા અને ખારચીયા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાનાં 12  ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક
રાજકોટ જિલ્લાનાં 12 ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક

By

Published : Jul 1, 2023, 1:51 PM IST

રાજકોટ:હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે વહેલી સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ગઈકાલે મોડી રાતે પણ રાજકોટમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ફરી વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જ્યારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના અલગ અલગ ડેમોમાં નવા નિર્માણની આવક પણ નોંધાઈ છે. એવામાં કેટલાક ડેમોમાં ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોય જેને લઇને સિંચાઈ વિભાગ દ્વારા આ વિસ્તાર હેઠળ આવતા ગામોને કરવામાં આવ્યા છે.

વર્તુળ એકમની યાદી: રાજકોટ જિલ્લાના ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં સૌથી વધુ સોડવદર- 12.14 ફૂટ મોજ- 4.79 ફૂટ છાપરવાડી-1 અને 2માં 4.27 ફૂટ ફોફળ-6.50 આજી- 2 ડેમમાં 3.12 ફૂટ ભાદર- 2માં 2.30, ભાદર 2.20 ફૂટ , આજી-3 ડેમ 1.48 ફૂટ, ડોંડી ડેમ 0.98 ફૂટ ન્યારી-2 ડેમ 0.66 ફૂટ વેરી ડેમમાં 0.49 ફૂટ ન્યારી -1 ડેમમાં -0.16ફૂટ સહીતના ડેમોનો સમાવેશ થાય છે. આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ સોડવદર ડેમમાં 205 મી.મી.,સુરવો ડેમમાં-106મી.મી. ફોફળ ડેમમાં-101 મી.મી. મોજ ડેમમાં- 85મી.મી. ભાદર ડેમમાં - 75 મીમી, છાપરવાડી-2.62 મીમી, ભાદર ડેમમાં-50 મીમી, વેણું -2 ડેમમાં-47 મીમી આજી-3 અને ડોંડી ડેમમાં- 40મીમી , ગોંડલી, છાપરવડી-1 , વેરી, કર્ણકી ડેમમાં- 30 ઈશ્વરીયા ડેમમાં - 20 મીમી, ન્યારી-1.14 મીમી, ખોડાપીપર -15 મીમી અને આજી-2,વાછપરી, ન્યારી-2, મોતીસર- 10 મીમી વરસાદ થયો છે. તેવું રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.

સાવચેત રહેવા સૂચના:ફુલઝર અને સાકરોલી ડેમના હેઠવાસમાં આવતા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચનાફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર -110 ફુલઝર ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયો હોવાથી ડેમના બે દરવાજા 1.80ફુટ ખોલવામાં આવ્યા છે. આથી ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના હરિયાસણ, રબારીકા, ચરેલીયા, રાજપરા અને ખારચીયા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સુચિત:જ્યારે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના હનુમાન ખીજડીયા ગામ પાસે આવેલો સાકરોલી ડેમ રાત્રે 11 વાગ્યે 80 % ભરાઈ ગયો હોવાથી જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા, રેશમડી ગાલોળ અને થાણા ગાલો ગામના રહેવાસીઓને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. ધોરાજીનો સોડવદર ડેમ 100% ભરાયોરાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સોડવદર ગામ પાસેનો સોડવદર ડેમ હાલ જળાશયની ભરપુર સપાટી 76.7મી. એ 100% ભરાઈ ગયેલ છે. પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ડેમમાં હાલ 1600 ક્યુસેક પ્રવાહની આવક ચાલુ હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા ઝાંઝમેર અને સુપેડી ગામોના લોકોને નદીના પટમાં અવર - જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સુચિત કરવામાં આવ્યું છે.

90 % ભરાઈ ગયો: ઉપલેટાનો વેણુ - 2 ડેમ 90 % ભરાયો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો સિંચાઈ યોજના નંબર 153 વેણુ - 2 ડેમ ભારે વરસાદને કારણે 90 % ભરાઈ ગયો છે. ડેમમાં હાલ 3444 ક્યુસેક પ્રવાહની આવક છે. હાલમાં ડેમમાંથી ૧૪૨૭ ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે, ડેમની કુલ સપાટી ૫૫ મી. તથા હાલની સપાટી 54.02 છે, પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. આથી, ડેમના હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.

  1. Kutch Rain: કચ્છના એક ગામમાં કમર ડૂબ પાણી ભરાતા સ્થાનિકોના જીવ અધ્ધર થયા
  2. Navsari News: નવસારીમાં કાવેરી નદીનાં પાણીમાં શિવ મંદિર ગરકાવ

ABOUT THE AUTHOR

...view details