રાજકોટમાં આજે ફરી એક યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા માડા ડુંગર નજીક મોરારી કેશુભાઈ મકવાણા નામના યુવકની ચાર ઈસમોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
બહેનની છેડતી અંગે ભાઇએ યુવકને ઠપકો આપતા મોતને ઘાટ ઉતાર્યો - Murder
રાજકોટઃ શહેરની ભાગોળે આવેલ માંડા ડુંગર વિસ્તારમાં યુવકની છરીના ઘા મારીને હત્યા કરાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવાનની બહેનની છેડતી અંગે તેણે ડબુ ઉર્ફ ઈશું નામના યુવકને ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખીને ડબુ, તેના પિતા અને ભાઈ તથા અન્ય એક ઈસમે મોરારી મકવાણા નામના યુવાનની છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી.
murder
પોલીસની પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે, મૃતક યુવાનની બહેનની છેડતી ઈશુ નામના યુવકે કરી હતી. જે અંગે મૃતક દ્વારા ઈશુને આ અંગે ઠપકો આપ્યો હતો. જ્યારે અગાઉ પણ ઈશુના પરિવારજનો છેડતી મામલે મૃતકોના ઘરે સમાધાન માટે ગયા હતા. જો કે આ અંગે સમધાન ન થતા ઘટનામાં વેર બંધાયું હતું. જેમાં આજે એક યુવાનનો ભોગ લેવાયો હતો. હાલ રાજકોટની આજીડેમ પોલીસે હત્યા મામલે વધુ તપાસ શરૂ કરી છે.