ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં કોરોના 8 નવા કેસ નોંધાયા, કુલ 167 પોઝિટિવ

સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોનાની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. શહેરમાં સોમવારે નવા 8 કેસ નોંધાયા હતા. જેથી હવે કુલ સંખ્યા 167 પર પહોંચી ગઇ છે.

રાજકોટમાં કોરોના 8 નવા કેસ નોંધાયા, કુલ 167 પોઝિટિવ
રાજકોટમાં કોરોના 8 નવા કેસ નોંધાયા, કુલ 167 પોઝિટિવ

By

Published : Jun 15, 2020, 10:58 PM IST


રાજકોટઃ શહેરમાં દિન-પ્રતિદિન કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને એક તરફ આરોગ્ય તંત્ર પણ ચિંતિત છે જ્યારે બીજી તરફ અન્ય જિલ્લામાંથી આવતા લોકોમાં સતત કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. સોમવારે રાજકોટમાં કુલ 8 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જેને લઇને રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 115 કેસ પોઝિટિવ નોંધાયા છે ,જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય અત્યાર સુધીમાં કુલ 52 જેટલાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

જ્યારે સમગ્ર રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરના મળીને ફુલ 167 પોઝિટિવ કેસ કોરોના નોંધાયા છે, મોટાભાગના કેસ હાલ રાજકોટમાં અન્ય જિલ્લાના લોકો જે આવી રહ્યા છે તેના પોઝિટિવ નોંધાઈ રહ્યા છે.

અત્યાર સુધીમાં માત્રને માત્ર રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં જ પોઝિટિવ કેસ આવતા હતા પરંતુ હવે રાજકોટ સિવાય રાજકોટ ગ્રામ્ય પણ કોરોના નો કહેર વધતો જઈ રહ્યો છે. જેને લઇને ગ્રામ્ય વિસ્તારમાં હાલ ભયનો માહોલ છવાયો છે. અત્યાર સુધીમાં રાજકોટમાં પાંચ જેટલા દર્દીઓના કોરોના ની સારવાર બાદ મોત થયા છે. જ્યારે 80 કરતા વધુ દર્દીઓ સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ અનલોક 1માં કોરોનાના સતત વધતા જતા કેસને લઈને આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details