ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજીમાં ધારાસભ્ય લલિત વસોયાએ કર્યુ ધ્વજવંદન - rajkot news

સમગ્ર ભારતમાં 71માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ છે. ત્યારે ધોરાજીમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. ભગવતસિંહજી હાઈસ્કુલ, પોલીસ મથકો, સરકારી કચેરીઓ, પી.જી.વી.સી.એલ. કચેરી, સરકારી શાળા સહિત પ્રાઈવેટ સ્કુલોમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.

mla-lalit-vasoya-flagged-off-on-dhoraji
mla-lalit-vasoya-flagged-off-on-dhoraji

By

Published : Jan 26, 2020, 10:08 PM IST

ધ્વજારોહણનો કાર્યક્રમ કરી ધોરાજીના તમામ ઉજવણી સ્થળે તિરંગાને સલામી અપાઈ હતી અને દેશભકિત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ધોરાજી- પલેટા ધારાસભ્ય લલિત વસોયાએ પણ ભગવતસિંહજી હાઈસ્કુલ, તિરંગાચોક અને ચમાલીપા ખાતે પણ ધ્વજ લહેરાવ્યો હતો અને તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ સલામી આપી લઘુમતિ સમાજનાં ભાઈઓ-બહેનો અને બાળકો દ્વારા ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધોરાજીમાં ધારાસભ્ય લલિત વસોયાએ કર્યુ ધ્વજવંદન

ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, 125 કરોડ દેશવાસીઓ એવાં ભારતીઓનો આ દેશ છે. આ દેશ મા દરેક નાગરિકો માટે કાયદાઓમાં તથા સંવિધાનમાં કોઈ પણ પ્રકારના ફેરફારો નથી. ત્યારે લોકો દ્વારા સમાજનું વિભાજન કરવાની પ્રવૃતિ ન કરવામાં આવે અને આવી પ્રવૃતિને ઉગતિ જ ડામી દેવામાં આવે તેવી અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details