કુદરત ક્યારેક ક્રૂર બનતો હોય તેવા કિસ્સાઓ નજર સામે આવે ત્યારે અરેરાટી વ્યાપી જતી હોય છે. ગોંડલના જેતપુર રોડ પર સાંઢિયા પુલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા સરણીયા પરિવારના નવ સંતાનો મનોદીવ્યાંગ છે, જેથી પરિવારની હાલત અત્યંત કફોડી બની છે. વૃદ્ધ દંપતીને ભિક્ષાવૃત્તિ કરી મનો દીવ્યાંગોના પેટ ભરવાની ફરજ પડી રહી છે.
ગોંડલ પરિવારના 9 મનોદિવ્યાંગોને વૃદ્ધ દંપતી ભિક્ષા માગી ઉછેરવા મજબૂર - ગોંડલ પરિવારના 9 મનોદિવ્યાંગો
રાજકોટ: ગોંડલ પરિવારના 9 મનોદિવ્યાંગોને વૃદ્ધ દંપતી ભિક્ષા માગી ઉછેરવા મજબૂર બન્યું છે. સરણીયા પરિવારમાં6 વર્ષના બાળકથી લઈને 33 વર્ષનો યુવાન મનો દીવ્યાંગ છે, વૃદ્ધ દંપતીને ફરજિયાત કાળજાના કટકાઓને સાંકળેથી બાંધી રાખવા પડે છે.
સરણીયા પરિવારના વૃદ્ધ દંપતી રત્નાભાઇ અને દુધીબેને આ અંગે જણાવ્યું કે, કબાલા એટલે પશુ લે-વેચનો વ્યવસાય સદંતર બંધ જેવો થઈ ગયો છે અને પરિવારમાં 6 વર્ષ થઈ લઈ 33 વર્ષના જુવાનજોધ દીકરા મનો દીવ્યાંગ છે. જેથી પરિવારની હાલત કફોડી બની પામી છે. પરિવારનું ગુજારન ચલાવવા માટે ફરજિયાત પણે વૃદ્ધ દંપતીને ભિક્ષાવૃત્તિ કરી સંતાનોના પેટ ભરવાની ફરજ પડી છે.
માતા-પિતાએ પોતાના મનો દિવ્યાંગો બાળકોને સાકળથી બાંધવા પડે છે. તેમની પાછળનું કારણ એક તરફ હાઈવે રોડ છે અને બીજી તરફ રેલવેનો ટ્રેક પસાર થાય છે. મનો દીવ્યાંગ ક્યારે ઝૂપડામાંથી ચાલી નીકળે તેનું નક્કી રહેતું નથી તેઓની સાથે કોઈ અકસ્માત ન બને તે માટે ફરજિયાત સાકળથી બાંધવાની ફરજ પડે છે. તો ઘણી વખત મનોદિવ્યાંગો આવેશમાં આવી જઈ લોકો પર પથ્થરોના ઘા પણ કરી બેસતા હોય છે, જેના કારણે કોઈને ઈજા ન થાય એ માટે કાળજી પણરાખવી પડે છે. દિલ પર પથ્થર રાખીને પોતાના સંતાનોને બેડીઓમાં જકડી રાખવાની ફરજ પડે છે અને ફરજીયાત સંતાનોના પાલન માટે ભિક્ષાવૃતિ કરવાની તેમના માતા પિતાને ફરજ પડી છે. આ પરિવારની હાલત જોઈને ગોંડલ નગરપાલિકાના સન્ડે સલામ ડેનું અભિયાન ચલાવતા પાલિકા સદસ્યએ રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માગ કરી હતી.