ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં 50 કરોડના પ્લોટ પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું - RjT

રાજકોટ: સમગ્ર રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ જિલ્લા વહીવટતંત્ર હરકતમાં આવ્યું છે. જેને લઈને રવિવારના રોજ તંત્ર દ્વારા શહેરભરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ પર્શિલ પાર્ક નજીક સરકારી પ્લોટ પર છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર દબાણ થઈ રહ્યું હતું. જેને પગલે રવિવારના રોજ મનપા તંત્ર અને વહીવટી સ્ટાફ સાથે પોલીસ કર્મીઓને સાથે રાખીને પ્લોટ પરથી દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્લોટની કિંમત અંદાજીત 50 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 28, 2019, 3:29 PM IST

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. જેને લઈને રવિવારે વહીવટી તંત્ર દ્વારા રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ અંદાજિત 50 કરોડ રૂપિયાના સરકારી પ્લોટ પરથી દબાણ દુર કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો
સ્પોટ ફોટો

વહેલી સવારે હાથ ધરાયેલા મેગા ડિમોલિશનમાં મહાનગરપાલિકા તંત્ર, વિજિલન્સ સ્ટાફ અને પોલીસ વિભાગને પણ સાથે રાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેટલાક સમયથી આ પ્લોટ પર ગેરકાયદેસર દબાણ હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા રવિવારે પ્લોટને સંપૂર્ણ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

સ્પોટ ફોટો

ABOUT THE AUTHOR

...view details