રાજકોટઃ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનન કરતા ઇસમોને ઝડપી પાડ્યા છે. શહેરની ભાગોળે આવેલી લાપસરી ગામની સીમમાં આવેલી સરકારી ખરાબામાં SOGએ દરોડા પાડતા અહીં રવુભા માનવિજયસિંહ પરમાર નામનો ઈસમ આર્થિક લાભ મેળવવા માટે સરકારી ખરાબામાંથી કોઈપણ જાતની રોયલ્ટી ભર્યા વગર કે સરકારના અધિકૃત અધિકારી પાસેથી પરવાનગી મેળવ્યા વગર અન્ય ચાર ઈસમો સાથે મળીને ખનીજનું ખનન કરીને બારોબાર વહેંચી નાખતા હતો.
રાજકોટમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઈસમો ઝડપાયા
રાજકોટમાં SOGએ દરોડો પાડતા ગેરકાયદેસર ખનન કરતા ઇસમને ઝડપી પાડ્યા છે. આ વચ્ચે તંત્રએ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઈસમો ઝડપાયા
આ મામલે SOGએ ઘટના સ્થળેથી 2 JCB, 2 ટ્રક અને 1050 મેટ્રિક ટન મોરમ કબ્જે સહિત રૂપિયા 61,57,500નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લાંબા સમય બાદ પોલીસ દ્વારા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવતા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.