રાજકોટમાં કરોડોના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ નિર્માણ થઈ રહી છે. ત્યારે શનિવારના રોજ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રાજકોટની નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે હતા. ત્યારે અહીં તેમને હોસ્પિટલમાં થઈ રહેલા કામને નિહાળ્યું હતું તેમજ તેની સમીક્ષા કરી હતી.
મમતા સરકાર આરોપીઓને છાવરી રહી છે :નીતિન પટેલ - police
રાજકોટઃ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ શનિવારના રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાતે હતાં. અહીં તેમને નવી નિર્માણ પામનાર સિવિલ હોસ્પિટલની વિઝીટ કરીને સંબધિત ડોકટરોને અલગ-અલગ માહિતી આપી હતી. રાજકોટ આવેલ નીતિન પટેલે આગામી દિવસોમાં ડોકટરો હડતાળ અંગે નિવેદન આપ્યું હતું કે, મમતા સરકાર ડોકટરો સાથે મારપીટના આરોપીઓને છાવરી રહી છે. તેમજ બંગાળમાં જે ડોક્ટરો સાથે મારપીટની ઘટના સામે એવી તે ખૂબ જ દુઃખદ છે.
નીતિન પટેલ
આગામી દિવસોમાં રાજકોટને નવી અદ્યતન હોસ્પિટલ વહેલાસર મળે તે માટે સંબધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો સાથે સાથેલ મારપીટની ઘટના અંગે ડોકટરો હડતાળ પર છે. જેને લઈને આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ડોકટરો હડતાળ પર જવાના છે ત્યારે ગુજરાતમાં હાલ ચાલી રહેલ સમયને જોઈને ડોકટરો હડતાળ પર ન જાય તેવી અપીલ પણ કરી હતી.