ગુજરાત

gujarat

ETV Bharat / state

Kishan bharawad murder case : રાજકોટમાં પોલીસે માલધારી સમાજ પર શા માટે કર્યો લાઠીચાર્જ, જાણો સમગ્ર મામલો.... - Protest in Rajkot

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો વિરોધ કરવા રાજકોટમાં યોજાયેલી હિન્દુ સંગઠનો અને માલધારી (Kishan bharawad murder case) સમાજની રેલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટના મોટુ સ્વરુપ ધારણ કરે તે પહેલા જ પોલીસે તેને રોકવાના પ્રયત્નો કર્યા હતા અને સ્થિતિ વધુ વણસતા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

Kishan bharawad murder case
Kishan bharawad murder case

By

Published : Jan 31, 2022, 1:56 PM IST

Updated : Jan 31, 2022, 7:05 PM IST

રાજકોટ : ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનાનો(Kishan bharawad murder case) વિરોધ કરવા માટે રાજકોટમાં રેસકોર્સ રોડ પરથી કલેક્ટરને અરજી આપવા માલધારી સમાજ(Maldhari Samaj was protested)નો મહેરામણ ઉમટ્યો હતો. આ રેલીમાં "કિશન હમ શરમિંદા હૈ, તેરા કાતિલ અભી જિંદા હૈ", 'કિશનના હત્યારાઓને ફાંસી આપો, ફાંસી આપો, હિન્દુ સંસ્કૃતિ જિંદાબાદ' જેવા નારા સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જો કે આ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસને લાઠી ચાર્જ કર્યો હતો. આ લાઠી ચાર્જના પરિણામે કેટલાક યુવાનોને ઈજા થતા ભારેલા અગ્નિની સ્થિતિ ફેલાઈ હતી.

માલધારી સમાજની રેલી યોજાઇ પરિસ્થિતિ વણસતા દેખાવકારો પર પોલીસનો લાઠીચાર્જ

શું હતી સમગ્ર ઘટના

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના (Murder Case In Dhandhuka) સામે આવી છે. ઘટનાને પગલે પોલીસે તપાસ કરતાં મૃતકે થોડા સમય પહેલા ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર કરતા મામલો ગરમાયો હતો અને જેની પોલીસ કાર્યવાહી થઈ હતી અને સમાધાન પણ થયું હતું. આ ઘટનાને પગલે જ હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે. ધંધુકામાં મંગળવારે કિશન નામનો યુવક જૂના ઘર પાસે જતો હતો ત્યારે બે અજાણ્યા લોકોએ આવીને તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં કિશન સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્શનમાં

ધંધુકાફાયરિંગ વિથ મર્ડર કેસ (Dhandhuka Firing With Murder)માં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્શનમાં આવી ગયા છે. હર્ષ સંઘવીએ ભરવાડ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. ગૃહપ્રધાને ન્યાય અપાવાની સંપૂર્ણ ખાતરી આપી છે. ગૃહપ્રધાને ધંધુકામાં પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, ધંધુકામાં 2 આરોપીઓએ બાઇક પર આવીને કિશન બોળિયા પર ફાયરિંગ કર્યું હતું અને મોતને ઘાટ ઉતાર્યો હતો.

અમદાવાદના મૌલવીએ હથિયારો આપ્યા હતા

2 આરોપીઓમાંથી એકનું નામ શબિર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં 2 મૌલવીઓની ભૂમિકા સામે આવી છે. સૂત્રો પ્રમાણે મૌલવીના ઇશારે 2 શૂટરોએ કિશનની હત્યાને અંજામ આપ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) અમદાવાદ જમાલપુરના મૌલવી (Maulvi of Jamalpur Ahmedabad) સુધી પહોંચી છે.

પાકિસ્તાના 3થી 4 સંગઠનના નામ સામે આવ્યા

આ કેસમાં હવે વધુ નવા ખુલાસા સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાન કનેક્શન (Pakistani connection In the Dhandhuka Murder Case) સામે આવી રહ્યું છે. ગ્રામ્ય પોલીસની 7 ટીમ તપાસમા જોડાઈ છે. ત્યારે બીજી તરફ મુંબઇ અને દિલ્હીના શોધખોળમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત ATS લાગી છે. ત્યારે ઈસ્લામિક સંગઠન સાથે મળી યુવાનોને ભડકાવતા હોવાનુ સામે આવ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાના 3થી 4 સંગઠનના નામ સામે આવ્યા છે. જે યુવાનોને ભડકાઉ ભાષણ આપી ઉશ્કેરતા હોવાનો ખુલાસો થયો છે.

શબ્બીર અવારનવાર મૌલાના મહંમદને મળતો

હવે ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ કેસમાં જોડાઈ છે. ત્યારે શબ્બીર કટ્ટરવાદી હોવાનો લાભ લઇને મૌલવીએ તેને ઉશ્કેર્યો હતો કે ઇસ્લામ અંગે કોઇ ગુસ્તાખી કરે તો તેને સજા આપવી અને શબ્બીરનો સંપર્ક તેણે જમાલપુર અમદાવાદમાં રહેતા મૌલવી મૌલાના મહંમદ અયુબ યુસુફ જાવરાવાલા સાથે કરાવ્યો હતો. બાદમાં શબ્બીર અવારનવાર મૌલાના મહંમદને મળતો હતો. જેમાં મૌલાના તેને સતત કટ્ટરવાદી બનવા માટે ઉશ્કેરતો હતો. એટલુ જ નહી તેને ઉશ્કેરણીજનક વીડિયો પણ મોકલતો હતો. પાકિસ્તાની મૌલાના ખાલિદ રિઝવીના ભાષણ સાંભળ્યા બાદ આરોપી શબ્બીર કટ્ટરપંથી બન્યો હતો.

હત્યાનો પ્લાન મસ્જીદમાં બનાવ્યો હોવોનો ચોંકાવાનારા ખુલાસો

ATSની તપાસમાં મૌલવી ઐયુબની પૂછપરછમાં હત્યાનો પ્લાન મસ્જીદમાં બનાવ્યો હોવોનો ચોંકાવાનારા ખુલાસો સામે આવ્યો છે. કિશન હત્યા કેસમાં (Kishan Bharwad Murder Case) પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું છે. મૌલાનાના તાર પાકિસ્તાન સ્થિત સંગઠનો સાથે જોડાયેલા છે. દિલ્લીના મૌલવી કમલ ઘની ઉસ્માનીનું નામ પણ સામે આવ્યું હતું. શબ્બીર ચૌપડાની મુલાકાત અમદાવાદના મૌલવી સાથે કરાવી હતી.

હથિયાર આપનાર આરોપીના ભાઈને મોરબીથી ઝડપી લેવાયો

ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડ નામના યુવાનની હત્યા (Kishan bharvad murder) કરવામાં આવી હોય, જેમાં અગાઉ પોલીસે આરોપીઓ અને મૌલવી સહિતનાની ધરપકડ કરી હતી. તો હત્યા પ્રકરણમાં રાજકોટના અજીમ બચાનું નામ પણ ખુલ્યું હતું. રાજકોટના આરોપી અજીમ બચાએ હથિયાર આપ્યું હોવાનું ખુલ્યું હતું, જેનો ભાઈ વસીમ ઉર્ફે બચા સમા મોરબી આવ્યો હોવાની બાતમીને પગલે મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે આરોપી અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી છે.

કિશન ભરવાડ હત્યા મામલે કંગના રનૌતે ફેસબુક પર પોસ્ટ શેર કરી, જાણો તેને શું કહ્યું..

કંગના રનૌતે જણાવ્યું હતું કે, એક FB પોસ્ટના કારણે કિશન ભરવાડની હત્યાની યોજના મસ્જિદ અને મૌલવી દ્વારા કરવામાં આવી હતી, કારણ કે તેમને લાગતું હતું કે, ભગવાનને તેની પોસ્ટ પસંદ નથી. ભગવાનના નામ પર થતી હત્યાઓ રોકવાની જરૂર છે, આપણે કોઈ મધ્યયુગમાં જીવી રહ્યા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. કિશન ભાગ્યે જ 27 વર્ષનો હતો અને તેની 2 મહિનાની પુત્રી છે, તેને તેની પોસ્ટ ડિલીટ કરવા અને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું, તેણે તે જ કર્યું છતાં તેને 4 માણસોએ નિર્દયતાથી હત્યા કરી નાખી, તે શહીદથી ઓછો નથી. તે દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે, આવા લોકો જ આ દેશને અફઘાનિસ્તાન બનતા રોકી રહ્યા છે, તેની વિધવા પત્નીને પેન્શન મળવું જોઈએ,ઓમ શાંતિ.

અન્ય 4 મૌલવીની સંડોવણી પણ સામે આવી

કિશન ભરવાડ હત્યા કેસમાં ચોરાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે ત્યારે, 4 લોકોની ધરપકડ બાદ અન્ય 4 મૌલવીની સંડોવણી પણ સામે આવી છે, જેમાં ઉત્તરપ્રદેશના એક મૌલવીનુ નામ પણ સામે આવ્યું છે, ગુજરાત ATSની ટીમે મૌલાના કમર ગની ઉષ્માનીને દિલ્લીથી જડપી પાડ્યો છે. કિશનનો હત્યારો શબ્બીર મૌલાના ગનીને મુંબઈમાં મળ્યો હતો.

પાકિસ્તાન કનેક્શન શોધવા 7 ટીમ ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવી

જેહાદી ષડયંત્રની શંકાના આધારે સમગ્ર તપાસ ATS દ્વારા કરવામાં આવશે અને આરોપીઓ સાથે જોડાયેલી કડીઓ તેમજ પાકિસ્તાન કનેક્શન શોધવા માટે કુલ 7 ટીમ ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવી છે. પાકિસ્તાની કટ્ટરપંથી મૌલાના ખાલિદ હુસૈન રિઝવીનાં ભાષણો સંભળાવવામાં આવ્યાં હતાં, તેના ભાષણથી શબ્બીર કટ્ટરવાદી બન્યો હતો. આરોપી શબ્બીરની મૌલાના કમરે જ ઐયુબ સાથે મુલાકાત કરાવી હતી. ઐયુબે હત્યાના પ્લાનિંગ માટે શબ્બીરને તૈયાર રહેવા કહ્યું હતું, તેને રાજકોટના થોરડામાં રહેતી એક વ્યક્તિએ હથિયાર પહોંચાડ્યાં હતાં, આ જ હથિયારથી આરોપી શબ્બીરે કિશનની હત્યા કરી હતી.

મૌલવી ભડકાવ ભાષણ આપી હત્યાનું ષડયંત્ર રચતો હોવાનો ATSનો ખુલાસો

ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા (Dhandhuka murder case) કેસ મામલે એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, તેમજ મામલો ગંભીર બનતો જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે ગૃહપ્રધાન દ્વારા આ તપાસ ATS (Ats inquiry in Dhandhuka murder case)ને સોપાતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તપાસ સોંપાતાના ગણતરીના કલાકોમાં જ દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માની તેમજ રાજકોટના અજીમ સમાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે તપાસમાં દિલ્લીના મૌલવી (Maulvi from Delhi) ભડકાઉ ભાષણ આપતા હોવાનું અને હત્યાનું ષડયંત્ર રચતા હોવાનું સામે આવતા તેની સામે એટીએસે કાર્યવાહી હાથ ધરી છે.

કિશન ભરવાડ પહેલાં પોરબંદરના શખ્સની હત્યાનું ઘડાયું હતું કાવતરું

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસના (Dhandhuka Murder Case) બન્ને આરોપી ઝડપાયા છે. ત્યારે પૂછપરછમાં આ બન્ને શખ્સો એ આગાઉ પોરબંદરમાં રેકી કરી હતી અને પોરબંદરના એક વ્યક્તિની હત્યાનું કાવતરું (Investigation of Kishan Bharwad murder case) ઘડ્યાનું પણ સામે આવ્યું હતું પરંતુ આ કામગીરીમાં તેઓ નિષ્ફળ રહ્યાં હતાં.

અન્ય શહેરોમાં પણ થયા છે દેખાવો

ધંધુકા હત્યાકાંડ મામલે રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, કરજણ સહિતના શહેરોમાં માલધારી સમાજે કલેક્ટર કચેરીઓ ખાતે કૂચ કરીને કલેકટરને આવેદન પત્ર આપી કિશન ભરવાડને ન્યાય આપવાની માગણી કરી છે. રાજકોટમાં તો દેખાવો કરનાર રહેલા ટોળા પર પોલીસે લાઠીચાર્જ કરતાં સ્થિતિ વણસી હતી.

આ પણ વાંચો :Dhandhuka Murder Case : કિશન ભરવાડ હત્યા કેસમાં ATSનો ખુલાસો, મસ્જીદમાં કરાયો હતો હત્યાનો પ્લાન

Last Updated : Jan 31, 2022, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details