રાજકોટની પતંગ બજારમાં મંદીનો માહોલ રાજકોટ :ઉત્તરાયણના તહેવારના બસ હવે બે દિવસ બાકી છે. એવામાં રાજકોટની પતંગ બજારમાં મંદીનો માહોલ છવાયો છે. જ્યારે વેપારીઓ એવું માની રહ્યા છે કે આ વર્ષે ઉતરાયણના તહેવાર દરમિયાન શનિવાર અને રવિવાર આવી રહ્યો છે. જેમાં કારણે બે દિવસની રજા મળતી હોવાના કારણે લોકો તહેવાર દરમિયાન બહાર ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. જેના કારણે આ મંદીનો માહોલ છવાયો છે. જ્યારે ઉતરાયણનો તહેવાર હોય એવા દિવસે રાજકોટની પતંગ બજારમાં પગ મુકવાની પણ જગ્યાઓ નથી હોતી એવામાં હાલ બજાર ખાલી જોવા મળી રહી છે.
બજારમાં ભગવાન રામ, મોદી યોગીના પતંગની ભારે માંગ રાજકોટમાં સદર બઝારમાં પતંગ દોરાની દુકાન ધરાવતા વેપારી મહાવીર જોશીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે દોરીની રિલ્સમાં પણ નવી નવી વેરાયટીઓ જોવા મળી રહી છે. આ સાથે જ પતંગોમાં ભગવાન શ્રી રામની, પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથની પતંગો જોવા મળી રહી છે. આ પતંગોની માંગ એટલી છે કે હવે આ પતંગો ભાગ્યે જ બજારમાં જોવા મળે છે.
ભાવ વધારો કેવો છેઆ વખતે પતંગ અને દોરામાં માત્ર 5થી 10 ટકાનો વધારો છે પરંતુ હજુ સુધી બજારમાં ગ્રાહકો જોઈએ એટલા પ્રમાણમાં જોવા નથી મળી રહ્યા. જ્યારે ઉતરાયણના માત્ર બે ત્રણ દિવસની વાર છે છતાં હજુ સુધી માત્ર 50 ટકા જેટલો જ વેપાર થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે બે દિવસમાં બજારમાં તેજી આવે આશા વેપારીઓ લઈને હાલ બેઠા છે. વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ તહેવારો દરમિયાન શની અને રવિની રજા આવી રહી છે એવામાં લોકો તહેવારની ઉજવણી કરવાની જગ્યાએ બહાર ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે અને તહેવારોનું પ્રમાણ ઘટતું જોવા મળે છે.
ગ્રાહકનું શું માનવું છેપતંગ બજારમાં ખરીદી કરવા આવેલા વૈભવ ઉનડકટરે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું દર વર્ષે સદર બજારમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે આવ્યો છું પરંતુ આ વર્ષે બજારમાં જોઈએ એવી રોનક જોવા મળતી નથી. અગાઉ અમે સદર બજારમાં પતંગ લેવા આવતા ત્યારે અહી પગ મૂકવાની જગ્યા ન હોય અને અમારે હાથમાં ઉપર પકડીને પતંગો લઈને જવું પડતું પરંતુ હવે આવો માહોલ જોવા મળતો નથી. હું દર વર્ષે રાજકોટમાં જ મારા મિત્રો અને પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરું છું.
- Kite Festival : સુરત આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં રામ મંદિરની 75 ફૂટની પતંગ, 97 પતંગબાજના પેચ જામ્યાં
- Kite Festival : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો, લોકોને જોવા મળી અવનવી પતંગો