ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં પિક વેનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટઃ શહેરમાં અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા લખે લી પિકઅપ વેનમાંથી રાજકોટ થોરાળા પોલીસે બાતમીના આધારે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો છે. તેમજ ગાડીના ડ્રાઇવરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

By

Published : Jul 28, 2019, 6:17 AM IST

RJT

રંગીલા રાજકોટમાં સાતમ આઠમના તહેવાર પૂર્વે વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાઇ રહ્યો છે. ત્યારે ફરી એકવાર શહેરની થોરાળા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસને બાતમી મળી હતી કે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા લખેલી પિકઅપ વેનમાં વિદેશી દારૂનો જથ્થો છે. જેના આધારે પોલીસે પિકઅપ વેન આવતાની સાથે જ રોકી હતી. જેની તપાસ કરતા તેમાંથી અલગ અલગ કંપનીનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

જેમાં 600 કરતા વધારે બોટલો મળી આવી હતી. જેની 3 લાખ રૂપિયા જેટલી અંદાજીત કિંમત છે. આ સાથે જ પોલીસે પિકઅપ વેનના ડ્રાઈવર સાથે કુલ 7,11,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details