ઉનાળાની શરૂઆતમાં જ લીંબુનો ભાવ ત્રણ ગણો થઈ જતાં ગૃહિણીઓની ચિંતા વધી રાજકોટ:વર્તમાન સમયની અંદર શિયાળો અને ઉનાળાની એમ બેવડી ઋતુ ચાલી રહી છે. જેમાં શિયાળાની ઋતુ પૂર્ણતાની આરે છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. જેને લઈને લોકો ઉનાળાની ગરમીથી રાહત મેળવવા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા લીંબુનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. શરીરમાં કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે અને ખાસ કરીને તડકો કે ગરમીને લીધે તબિયત ખરાબ ન થાય તે માટે લીંબુનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુનો ભાવ ત્રણ ગણો વધી ગયો હોવાનું સામે આવ્યું છે જેને લઈને ગૃહીઓના બજેટ પર ઉનાળાની શરૂઆતમાં અસર થતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો Rajkot News: રાજકોટમાં 30 મકાનોને કપાત અંગેની નોટિસ, સ્થાનિકો રજુઆત માટે દોડી આવ્યા
વર્તમાન સમયમાં લીંબુના ત્રણ ગણા ભાવ વધારાને લઈને ગૃહિણીઓએ જણાવ્યું છે કે, થોડા દિવસ પહેલા જ લીંબુનો ભાવ થોડા દિવસ પહેલા રૂપિયા 50 હતો. પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુનો ભાવ ત્રણ ગણો વધીને હાલ રૂપિયા 150 રૂપિયા સુધી પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. ભાવ વધારાને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું હોવાનું પણ ગૃહિણીઓએ જણાવ્યું છે. ત્યારે ભાવ વધારાની અસર તેમના સંપૂર્ણ બજેટ પર પડી રહી--ગૃહિણીઓ
લીંબુનો ભાવ ત્રણ ગણો:લીંબુમાં આવેલા ત્રણ ગણા ભાવ વધારાને લઈને વેપારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુનો ભાવ ત્રણ ગણો થયો છે. જેમાં લીંબુની આવક ઓછી હોવાથી તેમજ પૂરતો મોલ આવ્યો ના હોવાને લઈને હરાજીની અંદર પણ ભાવ લીંબુની આવક ઓછી જોવા મળે છે. ઓછી આવક હોવાને લઈને હરાજીમાં પણ લીંબુનો ભાવ વધારે બોલાતા હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો Rajkot News : લગ્નમાં દારૂ પીતા પીતા લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ થતાં પોલીસે કરી ધરપકડ
ભાવ વધારો થશે:આ સાથે જ થોડા દિવસ પહેલા જે રીતે લીંબુનો ભાવ રૂપિયા 50 હતો તે હાલ રૂપિયા 150 રૂપિયા સુધી પહોંચી ગયો છે. વેપારીના જણાવ્યા પ્રમાણે ઉનાળાની સિઝનની અંદર આવનાર દિવસોમાં હજુ પણ ભાવ વધારો યથાવત રહેશે. હજુ પણ ભાવ વધારો થશે તેવું પણ જણાવ્યું છે. ભાવ વધારાને લઈને વેપારીઓના વેપાર પર અને ગૃહિણીઓના બજેટ પર અસર પડી રહી હોવાનું સામે આવ્યું છે. જોકે, હજુ તો ઉનાળો શરૂ થયો નથી એ સમયે આવા હાલ છે તો આવનારા દિવસોમાં ભાવ હજું પણ ખિસ્સાને દઝાડશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
કારજાળ ગરમી:ઉનાળાની સિઝનમાં સૌ કોઈ લોકો સૌથી વધુ લીંબુનું સેવન કરતાં અને ઠંડા પીણા તેમજ ઉનાળામાં પડી રહેલ કાળઝાળ ગરમી અને તડકાની સામે રક્ષણ મેળવવા લીંબુના રસનું સેવન કર્તા હોય છે. ઉનાળાની સીઝનમાં કોઈપણ બીમારી કે શરીરનું સ્વાસ્થ્ય બગડે નહીં તે માટે લીંબુનું સેવન કરતાં વધુ પડતા જોવા મળે છે. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમી કે પછી તડકાથી રાહત મેળવવા લોકો લીંબુ તેમજ ઠંડા પીણામાં લીંબુનો વધુ પડતો ઉપયોગ કરતા જોવા મળે છે. ઉનાળાની શરૂઆતમાં જ લીંબુનો ભાવ 150 રૂપિયા સુધી પહોંચ્યો છે ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હોવાનું સામે આવ્યું છે.