ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમાં દિવસે ચેતેશ્વર પુજારાએ વાસુદેવ સ્વરૂપ કર્યું ધારણ - etv bharat

રાજકોટઃ ગોંડલના રામજી મંદિરે રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહના પાંચમાં દિવસે મેઘાવી માહોલ વચ્ચે પૂજ્ય હરિચરણદાસજી મહારાજની હાજરીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. જેમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા વાસુદેવ બન્યા હતાં.

શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમાં દિવસે ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ વાસુદેવ સ્વરૂપ કર્યું ધારણ

By

Published : Sep 8, 2019, 6:33 PM IST

ગોંડલમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી દંભી પાખંડી લોકોની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં વેદ નથી તેનો સ્વીકાર થતો નથી. લોક શાસ્ત્રમાં પણ વેદ પ્રામાણ્ય જોઈએ, દલીલો કે, તર્કથી શાસ્ત્રાર્થ થતું નથી.

શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમાં દિવસે ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ વાસુદેવ સ્વરૂપ કર્યું ધારણ

શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે દેશ-વિદેશમાંથી બહોળી સંખ્યામાં પૂજ્ય હરિચરણદાસ મહારાજના દર્શન માટે હરિભક્તો ઊમટ્યા હતાં. બપોર બાદ દબદબાભેર કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવાયો હતો. જેમાં મુખ્ય યજમાન ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા વાસુદેવ બન્યા હતાં. આ સાથે જ કથામાં નંદ ઘેરા આનંદ ભયો...જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠ્યો હતો. ત્યારે આ કૃષ્ણ મહોત્સવમાં કુદરત પણ જોડાયું હોય તેમ સમયે મેઘાવી માહોલ બંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details