ગુજરાત

gujarat

ETV Bharat / state

કોટડા સાંગાણી પોલીસે રામોદથી ગુમ થયેલ કિશોર અને કિશોરીને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યા - Kotda Sangani police found the teenager in Rajkot

કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામેથી પોતાના ઘરેથી 15 વર્ષની કિશોરી તેમજ 16 વર્ષનો કિશોર ગુમ થયા હતા. જેને લઇને તેમના વાલીઓએ કોટડા સાંગાણી પોલીસની મદદ માગી હતી. જેને લઇને કોટડા સાંગાણી પોલીસે ગુમ થયેલ કિશોર-કિશોરીઓને ગણતરીની કલાકોમાં જ રાજકોટથી શોધી કાઢ્યા હતા.

કોટડા સાંગાણી પોલીસે રામોદથી ગુમ થયેલ સગીર વયના કિશોર અને કિશોરીને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યા
કોટડા સાંગાણી પોલીસે રામોદથી ગુમ થયેલ સગીર વયના કિશોર અને કિશોરીને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યા

By

Published : Dec 21, 2020, 3:06 PM IST

Updated : Dec 21, 2020, 3:18 PM IST

  • રામોદ ગામેથી કિશોર અને કિશોરી થયા હતા ગુમ
  • કોટડા સાંગાંણી પોલીસે બનાવી અલગ અલગ ટીમો
  • ગણતરીની ક લાકોમાં રાજકોટથી શોધી કાઢ્યા

રાજકોટ : કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામેથી પોતાના ઘરેથી 15 વર્ષની કિશોરી તેમજ 16 વર્ષનો કિશોર ગુમ થયા હતા. જેને લઇને તેમના વાલીઓએ કોટડા સાંગાણી પોલીસની મદદ માગી હતી. જેને લઇને કોટડા સાંગાણી પોલીસે ગુમ થયેલ કિશોર-કિશોરીઓને ગણતરીની કલાકોમાં જ રાજકોટથી શોધી કાઢ્યા હતા.

કોટડા સાંગાંણી પોલીસે ટીમો બનાવી ટેકનિકલ રીતે તપાસ કરી

પ્રાપ્ત વિગતો અનુસાર કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામેથી પોતાના ઘરેથી 15 વર્ષની કિશોરી તેમજ 16 વર્ષનો કિશોર ગુમ થયેલ હતો. જેને લઇને તેેમના વાલીઓએ કોટડા સાંગાણી પોલીસની મદદ માગી હતી. જેમાં રાજકોટ રુલર SP બલરામ મીણા, DYSP પી.એ ઝાલા, CPI કે.એન. રામાનુજના માર્ગદર્શન નીચે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના PSI વી.કે ગોલવેલકર, પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર, અલ્પેશભાઈ રાઠોડ, શારદાબેન ગમારા, અને ક્રિપાલસિંહ રાણા સહિતની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ રીતે તપાસ કરતાં ગુમ થયેલ કિશોર-કિશોરીઓને ગણતરીની કલાકોમાં જ રાજકોટથી શોધી કાઢી તેમના વાલીને સોંપવામાં આવ્યા હતા.

Last Updated : Dec 21, 2020, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details